• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • After The Death Of A 5 month old Baby In Rajkot, The Municipal Commissioner Ordered 10 Health Teams To Conduct A Survey On Corona, Alerting The System Regarding The Third Wave

તંત્ર એલર્ટ:રાજકોટમાં 5 માસના બાળકના મૃત્યુ બાદ મ્યુનિ.કમિશનરે આરોગ્યની 10 ટીમને કોરોના અંગે સર્વે કરવા આદેશ આપ્યો,ત્રીજી લહેર સંદર્ભે તંત્ર સાવધાન

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તહેવારોમાં શહેરીજનો બેદરકારી ન દાખવે : મ્યુનિ.કમિશનર અમિત અરોરા

રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસની સંખ્યા 'શૂન્ય'થી આગળ નથી વધી પરંતુ રક્ષાબંધનના એક દિવસ પહેલા સિવિલ હોસ્પીટલના પિડિયાટ્રીક વિભાગમાં 5 મહિનાના બાળકનું કોરોનાને કારણે મોત થતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. હાલ કોરોનનું સંક્ર્મણ તો ફેલાયું નથી પરંતુ ત્રીજી લહેર સંદર્ભે અત્યારથી જ મનપાના મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા સાવધાની રૂપે આરોગ્યની 10 ટીમને શહેરભરમાં કોરોના અંગે સર્વે કરવા માટેનો આદેશ આપ્યો છે.

સરકારી તંત્ર તમામ વ્યવસ્થામાં સતર્ક છે
આ અંગે મ્યુનિ. કમિશ્નરે જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા કોઠારીયાના ઘનશ્યામનગર વિસ્તારમાં રહેતા એક પરિવારના સાડા પાંચ માસના બાળકનું ધોરાજી ખાતે અવસાન થયું હતું. આ બાળક ઘરે આવ્યું હતું ન હતું. આમ છતાં એ જ દિવસથી આ વિસ્તારમાં ટેસ્ટીંગ, ટ્રેસીંગ સર્વેની કામગીરી ચાલુ છે. હવે કુલ 10 ટીમ આ કામગીરીમાં લગાડવામાં આવી છે. આ સહિતના વિસ્તારોમાં ગઇકાલે 2797 જેટલા કોરોના ટેસ્ટ પણ કરાયા હતા. જોકે કોઇ રીપોર્ટ પોઝીટીવ આવ્યા નથી. ત્રીજી લહેર આવે કે નહીં, સરકારી તંત્ર તમામ વ્યવસ્થામાં સતર્ક છે.

10 ટીમો અન્ય વિસ્તારો અને વોર્ડમાં પણ ફરીને સર્વે ચાલુ રાખશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સૌથી પહેલું કામ મહાપાલિકાનું શરૂ થાય છે જે ટેસ્ટીંગ રીપોર્ટ પરથી જ સારવારની ભૂમિકા શરૂ થાય છે. તહેવારોના દિવસોમાં જો કેસ વધે તો મહાપાલિકા ટેસ્ટીંગ અને ટ્રેસીંગ વધારી દેશે. બાળકો સહિતના વર્ગ ઉપર એકસરખું ધ્યાન આપવામાં આવશે. હાલ કોઠારીયામાં સઘન કામગીરી ચાલે છે. તે સાથે જ આરોગ્યની 10 ટીમો અન્ય વિસ્તારો અને વોર્ડમાં પણ ફરીને સર્વે ચાલુ રાખશે. વધુમાં જન્માષ્ટમીની રજામાં ભીડવાળા સ્થળોએ ન ઉમટવા કમિશ્નરે ખાસ અપીલ કરી છે. આ દિવસોમાં જ માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન વધુ જરૂરી બનશે. એકંદરે નાગરિકો સતર્ક રહે તો કોરોના ચોકકસ દૂર રહેશે તેવું પણ તેઓએ કહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...