તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાસરિયાઓના ત્રાસનો વધુ એક પરિણીતા શિકાર બન્યાનો બનાવ પોલીસમાં નોંધાયો છે. હાલ પ્રહલાદ પ્લોટમાં પિયર રહેતી એમ.કોમ સુધીનો અભ્યાસ કરનાર ભાવિકા નામની પરિણીતાએ રૂડા-2 સદગુરુનગરમાં રહેતા પતિ ભાર્ગવ ત્રિવેદી, સસરા જનાર્દનભાઇ તુલજાશંકર ત્રિવેદી, સાસુ વિભાબેન ઉર્ફે કિરણબેન, જામનગર રહેતી નણંદ રૂચિકા તરંગભાઇ જોષી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.પાંચ મહિનાની દીકરી સાથે કાઢી મૂકેલી ભાવિકાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેના લગ્ન 2019ના ફેબ્રુઆરીમાં ભાર્ગવ સાથે થયા છે.
લગ્નના દસ દિવસ બાદ જ સાસુ-સસરાએ રસોઇ મુદ્દે અપશબ્દો કહી ઝઘડા કરવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહિ તારો બાપ ભિખારી છે, તારા બાપમાં ત્રેવડ નથી, લગ્ન સમયે એક પલંગ પણ નથી આપ્યો તેવા મેણાંટોણાં મારતા હતા. પરિણીત નણંદ રૂચિકા પણ સાસુને તેમજ પતિને વીડિયો કોલ કરી કાન ભંભેરણી કરતા હતા. દરમિયાન પોતે ગર્ભવતી હોવા છતાં પતિ સહિતનાઓએ ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું. પોતાને નોર્મલ ડિલિવરી થાય તે માટે સાસુ ખૂબ જ કામ કરાવી હેરાન કરી ટોર્ચર કરતા હતા. બાદમાં સિઝેરિયનથી દીકરીને જન્મ આપ્યો હતો.
દીકરીનો જન્મ થતા પૌત્રની ઇચ્છા ધરાવતા સાસુએ સહન કરવાની ક્ષમતા તારામાં છે જ નહિ તેવા મેણાં માર્યા હતા. ત્યાર બાદ તા.13-8-2020ની બપોરે ફરી સસરા, સાસુ અને નણંદે ઝઘડો કરી પોતાને તેમજ પુત્રીને પહેરે કપડે કાઢી મૂકી હતી. આ સમયે નણંદે હવે તું અને તારી દીકરી આ ઘરમાં પગ મૂકશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકીના પગલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.