તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:અકસ્માત બાદ વાહનચાલક ઘાયલ યુવાનને છોડી જતો રહેતાં મોત

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખારચિયા પાસે બંધ કન્ટેનર પાછળ દૂધવાહન ઘૂસી ગયું

શહેરની ભાગોળે ભાવનગર હાઇવે પર ખારચિયા ગામ પાસે અકસ્માતના બનાવમાં એક યુવાનનું મોત નીપજ્યું છે. મેટોડા સ્થિત ગિરિરાજ મિલ્ક પ્રોડક્ટ નામની કંપનીનું દૂધવાહન ગુરુવારે સવારે દૂધની ડિલિવરી કરવા નીકળ્યું હતું. વાહનના ચાલક તરીકે હલેન્ડાનો નીતિન શંભુભાઇ બરવાડિયા હતો. જ્યારે તેની સાથે ઇનુશકુમાર રાજકુમાર નામનો યુવાન દૂધ ઉતારવા માટે ગયો હતો. દરમિયાન સવારે ભાવનગર રોડ પર ખારચિયા ગામ પાસે પહોંચતા દૂધનું વાહન હાઇવે પર બંધ હાલતમાં ઊભેલા કન્ટેનરની પાછળ ધડાકાભેર ક્લીનર સાઇડ અથડાયું હતું.

જેમાં ક્લીનર સાઇડ બેઠેલા ઇનુસકુમારને આંખમાં તેમજ માથામાં ગંભીર ઇજા થતા તે લોહીલુહાણ થઇ ગયો હતો. અકસ્માત સર્જાયા બાદ ચાલક નીતિન ઇજાગ્રસ્ત ઇનુશકુમારને સ્થળ પર જ છોડી તેના ઘરે જતો રહ્યો હતો. કંપનીના અન્ય દૂધવાહન ત્યાંથી પસાર થતા અકસ્માતગ્રસ્ત વાહનને જોયું હતું. તપાસ કરતા ઇનુશકુમાર ગંભીર હાલતમાં જોવા મળતા તુરંત તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો પરંતુ ઇનુશકુમારને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું.

યુવાનનાં મોતની કંપનીના માલિક પ્રકાશભાઇ કડવાણીને જાણ કરતા તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. અકસ્માતના બનાવની જાણ આજી ડેમ પોલીસને થતા પીએસઆઇ આર.વી.કડછા સહિતનો સ્ટાફ હોસ્પિટલ પહોંચી ગયો હતો. અકસ્માત સર્જયા બાદ સાથે રહેલા યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં તરછોડીને ભાગેેલા નીતિન સામે પ્રકાશભાઇએ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...