હેવાનિયતની હદ:રાજકોટની સગીરાની ધો.5ની માર્કશીટમાં જન્મના વર્ષમાં ચેડા કર્યા બાદ ચોટીલાના શખસે અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે આરોપી રાકેશ સાપરા અને વકીલ દિલીપ પરમારની ધરપકડ કરી. - Divya Bhaskar
પોલીસે આરોપી રાકેશ સાપરા અને વકીલ દિલીપ પરમારની ધરપકડ કરી.
  • ભક્તિનગર પોલીસે દુષ્કર્મ આચરનાર શખસ સાથે વકીલની પણ ધરપકડ કરી

રાજકોટની સગીરાનું અપહરણ થયાની ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગત 12મેના રોજ ફરિયાદ નોંધાઈ હતી. તપાસ દરમિયાન અપહરણ કરનાર આરોપી રાકેશ સાપરા ચોટીલાનો વતની હોવાનું ખુલ્યું હતું. આથી ભક્તિનગર પોલીસ તપાસ માટે સુરેન્દ્રનગર પહોંચી હતી. અહીં ભોગ બનનાર સગીરા અને રાકેશ બંને મળી આવ્યા હતા. બાદમાં બંનેને રાજકોટ લાવવામાં આવતા રાકેશે સગીરા પર દુષ્કર્મ આચર્યાનું ખુલ્યું હતું. તેમજ સગીરાની ધો.5ની માર્કશીટમાં જન્મતારીખમાં ચેડા કરી વકીલને આપી હતી. બાદમાં વકીલે તલાટી મંત્રી સમક્ષ લગ્ન નોંધણી રજિસ્ટ્રાર કરાવી આપ્યા હતા. આથી પોલીસે વકીલની પણ ધરપકડ કરી છે.

વકીલે આર્થિક લાભ મેળવવા લગ્ન નોંધણી રજિસ્ટ્રાર કરાવી આપ્યા
ભક્તિનગર પોલીસે આરોપી રાકેશ ઉર્ફે રવિ સુરેશ સાપરા (ઉં.વ.29) સામે પોક્સો અને બોગસ દસ્તાવેજનો સાચા તરીકે ઉપયોગ કરવા અંગેની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ તપાસમાં એવું પણ ખુલ્યું છે કે, ભોગ બનનાર સગીર હોવાથી તેની ધો.5ની માર્કશીટ આરોપી રાકેશે મેળવી લઈ તેમાં જન્મના વર્ષમાં ચેડાં કરી ચોટીલાના ખુશીનગરમાં રહેતા વકીલ દિલીપ ઉર્ફે દિલાવર અલ્લારખા પરમારને આપી હતી. ચેડા કરેલી માર્કશીટના આધારે વકીલ દિલીપે આર્થિક લાભ મેળવવા આરોપી રાકેશ અને ભોગ બનનાર સગીરાના ઉપલેટાના નાગવદરના તલાટી સમક્ષ લગ્ન નોંધણી રજિસ્ટ્રાર કરાવી આપ્યા હતા.

સગીરાનું એફિડેવિટ કરી આપનાર નોટરીની પણ ભૂમિકા
આ પહેલાં ધોરાજીમાં ભોગ બનનાર સગીરાનું નોટરીએ એફિડેવિટ કરી આપ્યું હતું. આ માહિતીના આધારે પોલીસે વકીલ દિલીપની પણ ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ કેસમાં એફિડેવિટ કરી આપનાર ધોરાજીના નોટરી, લગ્ન રજિસ્ટ્રાર અને રાજકોટના મહિલા વકીલની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવી રહી છે.