શહેરમાં વધુ એક છેતરપિંડીના બનાવની મવડી વિસ્તારમાં રહેતા અને ફ્રૂટનો વેપાર કરતા પરેશભાઇ રામભાઇ પરમાર નામના વેપારીએ જૂની જેલ રોડ, નવા ઘાંચીવાડ, રામનાથપરામાં રહેતા રજાક આમદ આગવાન સામે વિશ્વાસઘાત કરી છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વેપારીની ફરિયાદ મુજબ, બે વર્ષ પહેલા મિત્રે પેડક રોડ પર આર્યનગરમાં આવેલો એક પ્લોટ બતાવ્યો હતો અને ખરીદ કરવો હોય તો જણાવજો. જે પ્લોટ પોતાને ગમી જતા જમીનના માલિક રજાક આગવાનને મળ્યા હતા. 200 વારના પ્લોટ માલિક રજાક સાથે વાતચીત થયા બાદ 2021માં વેચાણ કરાર કરી રૂ.21 લાખમાં પ્લોટ ખરીદ કર્યો હતો. પ્લોટ ખરીદ કર્યા બાદ ત્રણ ચેક મળી કુલ ચાર કટકે રજાક આગવાનને રૂ.21 લાખ આપ્યા હતા. બાદમાં રજાકભાઇએ પ્લોટ કે તેનો દસ્તાવેજ કરી નહિ આપતા તેમને વાત કરી હતી. જેથી તેને કિરીટભાઇ બાબિયા પાસેથી જમીનના પૈસા લેવાના છે, જે પૈસા કિરીટભાઇ તમને આપી દેશેની વાત કરી હતી.
પરંતુ કિરીટભાઇએ પણ પૈસા નહિ દેતા ફરી રજાકભાઇને પ્લોટ દેવા અને દસ્તાવેજ કરી આપવાની વાત કરી હતી. અને પ્લોટ ન આપો તો પૈસા પરત આપી દેવા જણાવ્યું હતું. ત્યારે રજાકભાઇએ હું તમને પૈસા આપી દઇશ મને 60 દિવસની મુદત આપો તેમ કહી પ્રોમિસરી નોટ નોટરાઇઝ લખી આપી હતી. જેમાં સોદો રદ થયો છે તે પૈકીના રૂ.21 લાખ તા.13-11-2022 સુધીમાં ચૂકવી આપવાનું જણાવ્યું હતું. સમય વીતી જવા છતાં રજાકભાઇએ પોતાની રૂ.21 લાખની રકમ પરત નહિ કરતા અંતે છેતરપિંડીની બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.