આત્મહત્યા:કોરોનાથી સ્વસ્થ થઇ યુવાન ઘરે ગયો, છતાં ભયમાં આપઘાત કર્યો

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મનહર પ્લોટ-7માં રવિવારે બપોરે બનેલો બનાવ
  • આપઘાત પૂર્વે લખેલી સ્યૂસાઇડ નોટ પોલીસે કબજે કરી

શહેરમાં કોરોનાના કહેર વચ્ચે સંક્રમિત દર્દીઓ એક પછી એક દમ તોડી રહ્યાં છે. જેને કારણે લોકોમાં કોરોનાની મહામારીનો એટલો ભય વ્યાપી ગયો છે કે લોકો હતાશ થઇ આપઘાતનો માર્ગ અપનાવી રહ્યાં છે. કોરોનાની બીકે શહેરમાં અનેક લોકોએ જિંદગી ટૂંકાવી લીધાના બનાવો પણ પ્રકાશમાં આવ્યા છે. આવા જ એક વધુ બનાવમાં કોરોનાને કારણે ચિંતિત થઇ ગયેલા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે.

મનહર પ્લોટ-7માં રહેતા અલ્પેશ રવજીભાઇ ઠુંમર નામના યુવાને રવિવારે બપોરે તેના ઘરે હૂકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવની પાડોશીઓને ખબર પડતા તુરંત 108ને જાણ કરી હતી. આપઘાતની ઘટના અંગે જાણ થતાની સાથે જ ઘટનાસ્થળે દોડી આવેલી 108 ટીમની તપાસમાં અલ્પેશનું મોત નીપજ્યાનું જાહેર કરી એ ડિવિઝન પોલીસે જાણ કરી હતી. એ ડિવિઝન પોલીસમથકના હેડ કોન્સ.આર.એલ.વાઘેલા સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો. તપાસ દરમિયાન પોલીસને રૂમમાંથી એક સ્યૂસાઇડ નોટ મળી હતી. જેમાં પોતે કોરોના પોઝિટિવ થયા બાદ સારવાર કરી હતી.

સારવાર બાદ બે દિવસ પહેલા ફરી રિપોર્ટ કરાવતા નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો, પરંતુ વર્તમાન સમયમાં કોરોનાની મહામારી એટલી હદે વિકટ બની ગઇ હોય પોતે ડિપ્રેશનમાં આવી જતા પગલું ભરી રહ્યાંનો સ્યૂસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો છે. મજૂરીકામ કરી ગુજરાન ચલાવતા અલ્પેશભાઇ અપરિણીત હતા અને અહીં એકલા જ રહેતા હોવાનું પોલીસ સૂત્રએ જણાવ્યું છે. પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...