PGVCL દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી વીજચોરો પર તવાઇ બોલાવવામાં આવી રહી છે. રાજકોટ શહેર બાદ આજે ગ્રામ્ય વિસ્તારોમાં PGVCLની 34 ટીમ ચેકિંગ માટે ઉતરી છે. ખાસ કરીને જસદણ અને વીંછિયા પંથકમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ પહેલા રાજકોટ શહેરમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં કરોડો રૂપિયાની વીજચોરી ઝડપાઇ હતી.
સૌરાષ્ટ્ર-કચ્છમાં 7 દિવસથી ચેકિંગ
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા 7 દિવસથી PGVCLનું ચેકિંગ ચાલી રહ્યું છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાન, ચોટીલા, વઢવાણ અને સાયલા સહિતના વિસ્તારોમાં 30થી વધુ ટીમ દ્વારા ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કચ્છના ગાંધીધામ, રામબાગ અને આદિપુરમાં 28 ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
4 મેના રોજ 21.07 લાખની વીજચોરી ઝડપાઇ હતી
5 મેના રોજ ચેકિંગ ડ્રાઇવમાં રાજકોટ શહેરના 11 KV ભક્તિનગર, 11 KV 80 ફૂટ રોડ, 11 KV ઉદ્યોગનગર, 11 KV અમી ધારા, 11 KV સોની બજાર, અને 11 KV પેલેસ રોડ ફીડર આવરી લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 4 મેએ PGVCLના ચેકિંગ દરમિયાન 1086 કનેક્શન ચેક કરી 115 ક્નેક્શનમાંથી વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. જેમાં 115 કનેક્શનમાંથી કુલ 21.07 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.