તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:રૂ.79નું પેટ્રોલ પૂરાવ્યા બાદ રૂપિયો પાછો લેવા ઝઘડો કરી ફિલરમેન પર હુમલો

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • 80 ફૂટ રોડ, સોમનાથ પેટ્રોલપંપમાં ધુળેટીએ બનાવ
 • અન્ય સાગરીતને બોલાવી છરીના ઘા ઝીંક્યા

શહેરમાં તહેવાર પર હુમલો, મારામારીના બનાવો સામાન્ય બની ગયા છે. ત્યારે ધુળેટીના દિવસે પેટ્રોલ પૂરાવ્યા બાદ એક રૂપિયો પાછો લેવાના મુદ્દે ચાલકે ઝઘડો કર્યો હતો. ઝઘડા બાદ રૂપિયો આપવા છતાં ચાલકે અન્ય સાગરીતને બોલાવી ફિલરમેન પર છરીથી હુમલો કરતા મામલો પોલીસમાં પહોંચ્યો છે.

ગંજીવાડામાં રહેતા ભરતભાઇ નાથાભાઇ ગોહેલ નામના પ્રૌઢે નોંધાવેલી ફરિયાદમાં તે 80 ફૂટ રોડ પર આવેલા સોમનાથ પેટ્રોલપંપમાં ફિલરમેન તરીકે નોકરી કરે છે. દરમિયાન ગઇ કાલે જંગલેશ્વરનો અકરમ નામનો શખ્સ તેનું વાહન લઇ પેટ્રોલ પૂરાવવા આવ્યો હતો. અને રૂ.79નું પેટ્રોલ પૂરવાનું કહ્યું હતું. જેથી તેના કહેવા મુજબનું પેટ્રોલ ભરી આપ્યા બાદ તેને એક રૂપિયો પાછો દેવાનું કહી ઝઘડો કર્યો હતો. એક રૂપિયો છૂટો નહિ હોવાનું કહેતા તેને ઝઘડો કર્યો હતો. જેથી મેનેજર દોડી આવી એક રૂપિયો વાહનચાલકને પરત આપી દેતા તે ત્યાંથી જતો રહ્યો હતો. થોડી વાર બાદ ચાલક અકરમ શાહનવાઝ નામના શખ્સને સાથે લઇ આવી તમે ગ્રાહકો સાથે કેમ ગેરવર્તન કરો છો તેમ કહી ઝઘડો કર્યો હતો.

બાદમાં પોતાની જ્ઞાતિનું પૂછી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી અકરમે નેફામાંથી છરી કાઢી પેટમાં ઘા ઝીંક્યા હતા. જ્યારે તેની સાથેના શખ્સે ઢીકાપાટુનો માર માર્યો હતો. બનાવ સમયે પંપના અન્ય કર્મચારીઓ દોડી આવતા બંને શખ્સ જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. બાદમાં પોતાને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો. ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તપાસ એસસીએસટી સેલને સોંપાઇ છે.

અન્ય એક બનાવ આનંદનગર મેઇન રોડ પર બન્યો હતો. જેમાં ટબની કિંમતના મુદ્દે શંકર સોમા, લાલો અને તેના બે ભાઇઓએ ભૂપત બહાદુર પરમાર નામના યુવાન સાથે ઝઘડો કરી પાઇપથી હુમલો કરી માથામાં ગંભીર ઇજા પહોંચાડી નાસી ગયા હતા. ભક્તિનગર પોલીસે ગુનો નોંધી રેસકોર્સ પાસે રહેતા આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો