તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • After Mass Promotion, To Include 22 Thousand Students Of Std. 10 In Std. 11, The Number In The Class Has To Be Increased By 20%

સમસ્યા:માસ પ્રમોશન બાદ ધોરણ 10ના 22 હજાર વિદ્યાર્થીઓને ધો.11માં સમાવવા ક્લાસમાં 20 ટકા સંખ્યા વધારવી પડે

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં ધો.10ની સ્કૂલ 500થી વધુ છે, ધો.11-12ની માત્ર 300 છે
  • એક ક્લાસમાં 50ને બદલે 60 વિદ્યાર્થી બેસાડવા પડે તેવી સ્થિતિ

ધોરણ 10ના બોર્ડના વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા સમયથી જે અસમંજસમાં હતા કે બોર્ડની પરીક્ષા લેવાશે કે માસ પ્રમોશન આપી દેવાશે તે અંગે સરકારે જાહેરાત કરી દીધી છે કે, ધોરણ 10ના નિયમિત તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે. સરકારની જાહેરાત બાદ હવે સૌથી મોટી મુશ્કેલી એ છે કે, ધોરણ-10ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયા બાદ ધોરણ 11માં તમામ વિદ્યાર્થીઓને સમાવવા મુશ્કેલ છે. રાજકોટ જિલ્લામાં આ વર્ષે ધોરણ 10ના 22000 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે.

આ તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાય તો ધોરણ 11ની શાળાના ક્લાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજિત 20 ટકા સુધી વધારવી પડે. એટલે કે જે ક્લાસમાં પહેલા 50 વિદ્યાર્થી હતા તે વધારીને 60 કરવા મંજૂરી આપવી પડે. જિલ્લામાં ધોરણ 10ની શાળાઓ 500થી વધુ છે જ્યારે ધોરણ 11-12ની માત્ર 300 જેટલી શાળા છે. તેથી જ 500 સ્કૂલના વિદ્યાર્થીઓને 300 સ્કૂલમાં સમાવવા માટે એક ક્લાસમાં કેપેસિટી 20 ટકા સુધી વધારવી પડે તેવું શિક્ષણવિદ્દો જણાવે છે.

ધોરણ 10માં માસ પ્રમોશન બાદ નબળા વિદ્યાર્થીઓને આગળ અભ્યાસમાં મુશ્કેલી પડવાની ભીતિ
ધોરણ 10માં દર વર્ષે 35થી 40 ટકા વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. સરકારે આ વર્ષે તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેતા નબળા વિદ્યાર્થીઓ પણ ધોરણ 10માં તો પાસ થઇ જશે, પરંતુ તે વિદ્યાર્થીને આગળ અભ્યાસમાં મુશ્કેલી પડવાની ભીતિ શિક્ષણવિદ્દો વ્યક્ત કરી રહ્યા છે. કારણ કે, 10માં ધોરણ બાદ વિદ્યાર્થીઓ માટે નવો પડાવ આવે છે. 11માં ધોરણમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સના વિષયો તેના માટે એકદમ નવા રહેશે. તેને સમજવા તે વિદ્યાર્થી સક્ષમ છે કે કેમ તે તો આગળ અભ્યાસ કર્યા બાદ જાણી શકાશે.

સરકાર આવતા સપ્તાહ સુધીમાં નવી પોલિસી જાહેર કરી શકે છે
10માં ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયા બાદ હવે 11માં ધોરણમાં તમામ વિદ્યાર્થીઓને કેવી રીતે સમાવવા, ક્લાસમાં કેપેસિટી વધારવી કે અન્ય વિકલ્પ અપનાવવો તે અંગે સંભવત આવતા સપ્તાહે નવી પોલિસી જાહેર થઇ શકે છે જેમાં વિદ્યાર્થીઓના પરિણામ, લિવિંગ સર્ટિફિકેટ, સ્કૂલની પોલિસી, ક્લાસમાં કેટલા વિદ્યાર્થી બેસાડવા સહિતના જુદા જુદા મુદ્દે નિર્ણય કરવામાં આવી શકે છે. - બી.એસ. કૈલા, જિલ્લા શિક્ષણાધિકારી, રાજકોટ

સરકાર આવતા સપ્તાહ સુધીમાં નવી પોલિસી જાહેર કરી શકે છે
10માં ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયા બાદ હવે 11માં ધોરણમાં તમામ વિદ્યાર્થીઓને કેવી રીતે સમાવવા, ક્લાસમાં કેપેસિટી વધારવી કે અન્ય વિકલ્પ અપનાવવો તે અંગે સંભવત આવતા સપ્તાહે નવી પોલિસી જાહેર થઇ શકે છે જેમાં વિદ્યાર્થીઓના પરિણામ, લિવિંગ સર્ટિફિકેટ, સ્કૂલની પોલિસી, ક્લાસમાં કેટલા વિદ્યાર્થી બેસાડવા સહિતના જુદા જુદા મુદ્દે નિર્ણય કરવામાં આવી શકે છે. - બી.એસ. કૈલા, જિલ્લા શિક્ષણાધિકારી, રાજકોટ

0થી 30 ટકા પરિણામ લાવનારી સ્કૂલના પણ તમામ વિદ્યાર્થીઓ પાસ
જિલ્લામાં 0% પરિણામ ધરાવતી 8 શાળાઓ, 10%થી ઓછું પરિણામ ધરાવતી 34 શાળાઓ અને 30%થી ઓછું પરિણામ લાવનારી શાળાઓની સંખ્યા 136 હતી. આ વર્ષે સરકારે ધોરણ 10ના તમામ નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત કરતા 0થી 30 ટકા જ પરિણામ લાવનારી શાળાઓના તમામ વિદ્યાર્થીઓને પણ પાસ કરી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...