• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • After Korona, The Use Of Information Technology In Education In Education And Industry In Rajkot Increased From 25 To 100 Percent, With More Than 400 Companies Coming In A Year.

રાજકોટમાં ITનો વપરાશ વધ્યો:કોરોના પછી એજ્યુકેશન અને ઉદ્યોગમાં 25માંથી 100 ટકા થયો, વર્ષમાં 400થી વધુ કંપની આવી, ટર્નઓવર 2300 કરોડનું થયું

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પહેલા આઉટ સોર્સિંગના મહિનામાં એક-બે પ્રોજેક્ટ આવતા હવે સંખ્યા 25એ પહોંચી

કોરોનાના લોકડાઉનમાં દરેક વેપાર-ઉદ્યોગ બંધ હતા.આ સમયે માત્ર આઇટી ઈન્ડસ્ટ્રીઝ જ ચાલુ રહી. વર્ક ફ્રોમ હોમનું કલ્ચર વધ્યું. આથી લોકોને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીનું મહત્ત્વ સમજાયું. તેનો વપરાશ વધવા લાગ્યો. એકલા માત્ર રાજકોટની જ વાત કરીએ તો કોરોના બાદ રાજકોટમાં એજ્યુકેશન માટેના સૌથી વધુ સોફ્ટવેર બન્યા, તો કરિયાણાથી લઇને મોલમાં આઈટીનો ઉપયોગ વધવા લાગ્યો. ઉદ્યોગો પણ આ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી આધારિત થઈ ગયા. એક અંદાજ મુજબ રાજકોટમાં એજ્યુકેશન અને ઉદ્યોગમાં આઈટીનો વપરાશ 20 થી 25 ટકામાંથી 100 ટકા થયો છે.

એક જ વર્ષમાં 400 થી વધુ નવી કંપનીઓ રાજકોટમાં આવી.જેને કારણે આઈટી ઈન્ડસ્ટ્રીઝનું ટર્નઓવર રૂ.1500 કરોડમાંથી રૂ.2300 કરોડે પહોંચ્યું છે. કોરોના પહેલા આ ઈન્ડસ્ટ્રીઝમાં આઉટ સોર્સિંગના એક- બે પ્રોજેક્ટ આવતા તેની સંખ્યા હવે 25 પહોંચી છે. તેમ રાજકોટમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એસોસિએશનના પ્રમુખ રોનકભાઈ રૈયાણીએ જણાવ્યું છે.

આઈટી સેક્ટર ડેવલપ થતા રાજકોટમાં અન્ય ઉદ્યોગોનો વિકાસ થશે
એજ્યુકેશન સેક્ટરમાં આઈટીનો વપરાશ છેલ્લા 10 વર્ષની સરખામણીએ સૌથી વધુ

કોરોના પહેલા શાળા-કોલેજમાં સોફ્ટવેરનો ઉપયોગ માત્ર એડમિશન માટે જ મર્યાદિત હતો, પરંતુ કોરોના બાદ એજ્યુકેશનમાં નવા સોફ્ટવેર બનવા લાગ્યા છે. જેમાં એસાઈમેન્ટ, એટેન્ડન્સ, ટીચર્સ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ, મોનિટરિંગ ઓનર્સ એમ અલગ અલગ પ્રકારના સોફ્ટવેર બને છે. એજ્યુકેશન સેક્ટરમાં આઇટીનું ડેવલપમેન્ટ છેલ્લા એક દશકામાં નથી થયું એટલું એક વર્ષમાં થઈ ગયું.

ઈન્ટરેક્ટિવ અને સ્ટ્રેટજી પ્રકારની ગેમ્સ સૌથી વધુ બની રહી છે
કોરોના બાદ રાજકોટમાં ગેમ્સ બનાવવાના મળતા ઓર્ડરની સંખ્યા વધી રહી છે. અગાઉ આ સંખ્યા આખા વર્ષની 50થી 60 હતી. કોરોના બાદ હવે ઈન્ટરેક્ટિવ, સ્ટ્રેટજીની ગેમ્સની ડિમાન્ડ વધી રહી છે.આ સિવાય એજ્યુકેશનમાં ઉપયોગી બને તેવા પ્રકારની ગેમ્સની ડિમાન્ડ જોવા મળે છે.આ સિવાય મેડિકલ, સર્વિસ સેક્ટર, રિટેલ ડિસ્ટ્રિબ્યૂટરમાં ઉપયોગી હોય તેવા પ્રકારના સોફ્ટવેર વધુ વપરાઈ રહ્યા છે.

આઈટી સેક્ટરમાં 40 ટકા મહિલા અને 60 ટકા પુરુષ કામ કરી રહ્યા છે
2010 બાદ રાજકોટમાં આઈટી સેક્ટર માટે ડાઉનફોલ તબક્કો ગણી શકાય, પરંતુ કોરોના બાદ આ સેક્ટર વિકસી રહ્યું છે.આ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓની ટકાવારી 40 ટકા અને પુરુષોનું પ્રમાણ 60 ટકા ગણી શકાય. 2001થી 2010 સુધી રાજકોટમાં આઈટી સેક્ટરનું સૌથી વધુ ડેવલપમેન્ટ હતું. આઈટી સેક્ટર ડેવલપ થતા રાજકોટમાં અન્ય ઉદ્યોગોનો વિકાસ થશે.તેમજ નવી -નવી કંપનીઓ પણ આવશે.

અન્ય સમાચારો પણ છે...