તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:કોરોના પછી રાજકોટના લોકો 500 કિ.મી.ની અંદર જ ફર્યા, પહેલા થાઈલેન્ડ, દુબઈ, સિંગાપોર સુધી જતા હતા

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બજેટ રૂ.10 હજાર સુધીનું જ રાખે છે, એડવાન્સ બુકિંગ કરાવવાનું પણ ટાળ્યું

કોરોના પછી રાજકોટના લોકોએ ફરવા જવા માટેના સ્થળનું અંતર ઘટાડી નાખ્યું છે. કોરોના પહેલા લોકો ભારતમાં ફરવા જવા માટે મનાલી,પંચમઢી, કેરાલા, ગોવા, રાજસ્થાન પહેલી પસંદગી હતું. વિદેશમાં દુબઈ, થાઈલેન્ડ,માલદીવ,સિંગાપોર સુધી પણ જતા હતા, પરંતુ કોરોના બાદ હવે લોકો માત્ર સૌરાષ્ટ્રના નજીકના સ્થળ, કચ્છ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી એમ માત્ર 500 કિલોમીટરની અંદર જ ફરવા જાય છે.

તેમજ બજેટ પણ 1 લાખમાંથી ઘટાડીને રૂ.10 હજાર સુધીનું કરી નાખ્યું છે. ત્રીજી લહેર આવે અને પોતાનો પ્રવાસ રદ થાય તેવા ડરથી હવે કોઇ એડવાન્સ બુકિંગ પણ કરાવતા નથી. તેમ ટ્રાવેલ્સ એજન્ટ દીપકભાઈ સોલંકી જણાવે છે. સામાન્ય રીતે સાતમ- આઠમના તહેવારમાં જેમને ફરવા જવું હોય તેને 120 દિવસ પહેલા પણ ટિકિટ મળતી નહોતી, તેના બદલે હવે 45 દિવસ બાકી હોવા છતાં ટ્રેનમાં બુકિંગ અવેલેબલ છે.

ટ્રાવેલ્સ એજન્ટ જયંતીભાઈ અમીપરાના જણાવ્યાનુસાર અત્યારે લોકો ગીર, દ્વારકા, સોમનાથ, સાપુતારા, કચ્છ, વેરાવળ જવાનું વધુ પસંદ કરે છે. કોરોના પહેલા 80 ટકા વર્ગ એવો છે જે બીજા રાજ્યમાં જતા હતા અને 20 ટકા વર્ગ એ છે કે જે સૌરાષ્ટ્ર- કચ્છમાં મુસાફરી કરતા હતા. હવે આ રેશિયો બદલાઇ ગયો છે. 20 ટકા જ વર્ગ બીજા રાજ્યમાં અને લાંબી મુસાફરી કરે છે. જ્યારે 80 ટકા વર્ગ હવે નજીકના સ્થળે જાય છે. કોરોના પછી પ્રવાસન ક્ષેત્રે આવેલો મોટો બદલાવ છે.

કોરોના બાદનું પરિવર્તન અને લાંબા અંતરની મુસાફરી નહિ કરવાના કારણ

  • અચાનક લોકડાઉન લાગે તો ફસાઈ જાય અને પરત ફરવામાં મુશ્કેલી પડે.
  • અત્યારે આવક ઓછી હોવાને કારણે મોંઘા પ્રવાસો પોષાય એમ નથી.
  • કોરોના બાદ ટ્રેનમાં મુસાફરી ટાળે છે અને પોતાના વાહન અથવા તો ટેક્સી ભાડે કરીને જવાનું સુરક્ષિત માને છે.
  • ઓછી ભીડભાડ વાળી અને પોતે જ્યાં પોતાની સેફ્ટી હોય તેવી હોટેલમાં સ્ટે કરવાનું વધુ પસંદ કરે છે.
  • ત્રીજી લહેરના ડરને કારણે લોકો હવે લાંબી મુસાફરી ટાળી રહ્યા છે.
  • હવે એક સપ્તાહને બદલે બે દિવસનો વીકએન્ડ પ્રવાસ વધુ પસંદ કરે છે.
  • કોરોના પહેલા હોટેલમાં સ્ટે માટે જે પેકેજ હતા હવે એમાં હોટેલે ડિસ્કાઉન્ટ આપતી હોવા છતાં નોર્મલ બજેટના પેકેજ લોકો પસંદ કરે છે.
અન્ય સમાચારો પણ છે...