સૌરાષ્ટ્રમાં મહિલાઓ રોકાણ તરફ વળી:કોરોના બાદ રોકાણનું પ્રમાણ 31% થયું, 5 હજારથી લઇને 5 લાખ સુધી રોકાણ કરે છે

રાજકોટ7 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • પહેલા મહિલાઓમાં બચત સુરક્ષિત રાખવાનું વલણ હતું હવે વળતર મળે તે માટે જાગૃતતા વધી

કોરોના પહેલા બચત માટે મહિલાઓ ભાઈ- પતિ કે પિતાના નિર્ણયને સ્વીકારીને ચાલતી હતી પરંતુ હવે બચત માટે મહિલાઓના નિર્ણયમાં બદલાવ જોવા મળી રહ્યો છે. એસઆઈપીમાં રોકાણ માટે મહિલાઓનું પ્રમાણ 31 ટકા થયું છે. જ્યારે પહેલા આ પ્રમાણ માત્ર 10 ટકા જ હતું.

કોરોના બાદ રૂ.5 હજારથી લઈને રૂ.5 લાખ સુધીનું રોકાણ કરવાનું પસંદ કરે છે. 5 વર્ષથી લઇને 15 વર્ષ માટે મહિલાઓ બચતનું રોકાણ કરી રહી છે. બચત લાંબા ગાળા માટે અને ટૂંકા સમય ગાળા માટે રોકાણ કરે છે. તેમ મ્ચુચ્યુઅલ ફંડ એડવાઈઝર સુદીપભાઈ મહેતા જણાવે છે. અગાઉ માત્ર બચત સુરક્ષિત રહે તેવું વલણ હતું, હવે બચતનું વધુ વળતર ક્યાં મળે છે તે તરફ સૌ કોઇ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

મહિલાઓમાં બચત અને રોકાણ કરવાનું પ્રમાણ આ કારણોસર વધ્યું

 • મહિલાઓ પગભર બની છે. બચતની જાણકારી અંગે વધુ જાગૃત બની છે.
 • અગાઉ મહિલાઓમાં માત્ર બચત સુરક્ષિત રહે તેવું વલણ હતું તેના બદલે હવે આ બચતનું વળતર કેમ વધુ મળે તે અંગે જાણકારી રાખતી થઇ ગઇ છે.
 • મહિલાઓ પોતાની બચતના વળતરથી પોતાના પરિવારને સંકટ સમયમાં મદદ કરી શકે તે માટેની ઈચ્છા ધરાવે છે.
 • પોતાના અને પરિવારના મેડિકલ ખર્ચ, અભ્યાસ ખર્ચ માટે તેઓ લાંબા અને ટૂંકા ગાળાનું આયોજન કરે છે.
 • જોઈન્ટ ફેમિલીમાં, વેપાર- ઉદ્યોગમાં મહિલાઓની હિસ્સેદારી વધી રહી છે.

મહિલાઓના નિર્ણયમાં બદલાવ જોવા મળી રહ્યો છે

 • 3 - 3 લાખથી વધુ મહિલાઓએ પોતાની બચતનું રોકાણ કરવાનું પસંદ કર્યુ છે.
 • 365 - દિવસમાં અગાઉ જે રોકાણ આવતું હતું તે હવે 30 દિવસમાં આવી જાય છે.
 • 50% - રોકાણ પુરુષ અને યુવા પેઢીનું હોય છે, 30 ટકાથી વધુ રોકાણ મહિલાઓના નામે થાય છે.
 • 30 % રોકાણમાં 80 ટકા હિસ્સો શહેરી વિસ્તાર અને 20 ટકા ગ્રામ્ય વિસ્તારની મહિલાઓનો હોય છે.