કોરોના બાદ બાળકોમાં ઓનલાઈન એજ્યુકેશન અને સમય પસાર કરવા માટે મોબાઈલ અને ગેજેટનો વપરાશ પહેલા કરતા વધ્યો છે. આ આદત હજુ છૂટી નથી. જેને કારણે બાળકો અને વાલીઓ વચ્ચે અંતર વધ્યું છે. સૌથી વધુ અસર 7 વર્ષના બાળકથી લઈને 16 વર્ષના તરુણમાં જોવા મળી રહી છે.
બાળકો પોતાની ઉંમર કરતા વધુ માહિતી મેળવતા થઈ ગયા
ગેજેટ, સોશિયલ મીડિયાના વપરાશને કારણે બાળકો પોતાની ઉંમર કરતા વધુ માહિતી મેળવતા થઈ ગયા છે. જેને કારણે તે ઉંમર કરતા પહેલા પરિપક્વ થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું હોવાનું મનોવિજ્ઞાન ભવનના મહિલા પ્રોફેસર ડો.ધારાબેન દોશી જણાવે છે. વધુમાં તેના જણાવ્યાનુસાર બાળકો પોતાની સમસ્યા કે વાતચીત ખૂલીને કરી શકતા નથી. બાળકો અને માતાપિતા વચ્ચે જે નિયમિત વાતચીત થવી જોઈએ એ થતી નથી. જેથી માતાપિતા અને બાળકોમાં અંતર વધતું જાય છે.
પતિ પત્ની વચ્ચેના અણબનાવ પહેલા કરતા વધ્યા
આ અંતર ઘટાડવા માતાપિતાએ બાળકો સાથે સમય પસાર કરવો જોઈએ. રમતગમત જેવી પ્રવૃત્તિ કરવી જોઈએ. માતાપિતાએ બાળકોની સમસ્યાને જાણવાના પ્રયત્નો કરવા જોઈએ. જોકે સમાધાન પંચ ચલાવનાર અને કાઉન્સેલર જણાવે છે કે, પતિ પત્ની વચ્ચેના અણબનાવ પહેલા કરતા વધ્યા છે.
કોરોના હતો એટલે એક બીજાને જાણવાનો સમય ઓછો મળ્યો
રાજકોટમાં રહેતા રવિ અને રવિનાનું સગપણ કોરોના પહેલાં નક્કી થઈ ગયું હતું. ત્યાર બાદ લોકકડાઉન આવી ગયું. જેથી એક બીજાને મળવાનો સમય સામાન્ય સંજોગો કરતા ઓછો મળ્યો. મર્યાદિત સભ્ય વચ્ચે જ્યારે મંજૂરી મળી ત્યારે એના લગ્ન થયા. જોકે હાલ આ બંને વચ્ચે કોઈ અણબનાવ નથી પરંતુ એકબીજાની પસંદ નાપસંદ પૂરતી જાણી નહિ શક્યા હોવાનો અફસોસ રહે છે.
કોરોના બાદ આ બદલાવ જોવા મળે છે
કોરોના બાદ એક મુદ્દાને લઈને રકઝક થાય: રોહિત અને રોહિણી
રોહિત અને રોહિણી વચ્ચે કોરોના બાદ એક મુદ્દાને લઈને રકઝક થાય છે. રોહિણી એવું કહે છે કે તેનો પતિ તેને પૂરતો સમય આપી શકતા નથી જ્યારે રોહિતનું કહેવું એવું છે કે આજના સંજોગોમાં એને પોતાની નોકરી બચાવવા માટે પૂરતા પ્રયત્નો કરવા પડી રહ્યા છે. આમ બંને પોતપોતાના દૃષ્ટિકોણથી સાચા છે.
(નોંધ બંને કિસ્સામાં પાત્રના નામ બદલાવ્યા છે)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.