તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:જન્માષ્ટમી બાદ ગો ગ્રીન યોજનાને શરૂ કરવા સ્ટેન્ડિંગમાં નિર્ણય લેવાયો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્પોરેટરની ભલામણ બાદ સ્થળ તપાસ ત્યારબાદ વૃક્ષારોપણ

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં અલગ અલગ 19 મુદ્દાઓને મંજૂરી અપાઇ હતી જેમાં એઈમ્સ હોસ્પિટલને જોડતા પુલ તેમજ ગો ગ્રીન યોજનાનું ટેન્ડર મહત્ત્વના હતા. રાજકોટ શહેરમાં અત્યાર સુધી ગાર્ડન શાખા વૃક્ષારોપણ કરતી અને તે ખર્ચ ઉપરાંત 1100થી 1400 રૂપિયાના પીંજરા ખરીદી લગાવાતા હતા. જોકે મેયર પ્રદીપ ડવે આ વર્ષે તેના બદલે અન્ય વિકલ્પ વિચારવા માટે ટેન્ડર રદ કર્યા હતા. આખરે સંસ્થાઓ સાથે વાત કરતા રૂ.650માં પીંજરા સાથેનું વૃક્ષારોપણ તેમજ અન્ય 600 રૂપિયામાં 3 વર્ષની સારસંભાળ પણ રાખવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે.

જો કોઇ સંસ્થા કે ઘર પાસે વૃક્ષારોપણ થાય તો સારસંભાળનો ખર્ચ પણ બચી જાય. સ્ટેન્ડિંગ કમિટીમાં આ ટેન્ડરને મંજૂરી આપી જન્માષ્ટમી બાદથી વૃક્ષારોપણ શરૂ કરવા નિર્ણય લેવાયો છે. ચેરમેન પુષ્કર પટેલના જણાવ્યા અનુસાર જે લોકો કોર્પોરેટરના ભલામણ પત્ર સાથે વોર્ડ ઓફિસરને આપતા સ્થળ તપાસ કરાશે અને જે તે જગ્યાએ નળ કે ડ્રેનેજની લાઈનમાં નડતર ન થાય તે રીતે વાવેતર થશે.

નવા બ્રિજ માટે 8.89 ટકા ભાવ ઓન બોલાયો
એઈમ્સ રાજકોટ સુધી જવા માટે સેન્ટ્રલ ઝોન વોર્ડ નં.3 પાસે બ્રિજ બનાવવા માટે ટેન્ડર થયા હતા. પ્રથમ પ્રયાસમાં એક જ એજન્સી ગેરલાયક ઠરતા રિ-ટેન્ડર થયું હતું. બીજા પ્રયાસમાં 4 એજન્સી આવી હતી. ટેન્ડરની રકમ 4.65 કરોડ રૂપિયા હતી પણ બધી એજન્સીઓએ વધુ ભાવ લગાવ્યો હતો જે 8.89 ટકાથી શરૂ કરી 36.36 ટકા હતો. આખરે 8.89 ટકા ભાવ ઓન ભરનારી એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો છે તેથી આ બ્રિજ 5 કરોડથી વધુની રકમમાં તૈયાર થશે.

અન્ય સમાચારો પણ છે...