• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • After Having Dinner With A Guest In Rajkot, Manpa's Cleaner Strangled His 5 month old Daughter By Saying 'I'm Going Upstairs To Play'

આપઘાત:રાજકોટમાં મહેમાન સાથે જમ્યા બાદ 5 માસની પુત્રીને 'ઉપરના માળે રમાડવા જાવ છું' કહીને મનપાના સફાઈકર્મીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાડોશીએ બારીમાંથી જોતા દિકરી રડતી હતી અને યુવાન લટકતો હતો
  • યુવાનના આપઘાતનું કારણ જાણવા તજવીજ, પરિવારમાં શોક

રાજકોટ શહેરના નવા થોરાળાના વણકરવાસમાં રહેતા રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કામદાર રાત્રીના જમીને ઉપરના માળે પોતાની પાંચ મહિનાની દીકરીને રમાડવા લઇ ગયા બાદ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે થોરાડા પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધધરી હતી.

પાડોશીએ બારીમાં જોતા બાળકી રડી રહી હતી
પ્રાપ્ત વિગત મુજબ નવા થોરાડાના વણકરવાસમાં રહેતા સુરેશભાઈ રામભાઈ ખીમસૂરિયા નામના યુવાનના ઘરે ગઈકાલે મહેમાન આવ્યા હતા તેઓએ બપોરના સમયે સાથે જમ્યા બાદ પોતાની પાંચ મહિનાની દીકરીને લઇને ઘરના ઉપરના માળે રમાડવા જાવ છું કહીને ગયા બાદ ગળાફાંસો ખાઈ લીધો હતો. આ બનાવ અંગે પાડોશીએ બારીમાં જોતા બાળકી રડી રહી હતી અને યુવાન લટકતી હાલતમાં જોવા મળતા તુરંત નીચે તેમના પરિવારને જાણ કરી હતી.

મૃતક પાંચ બહેનનો એકનો એક ભાઈ હોવાનું સામે આવ્યું
આજુબાજુના લોકો એકઠા થઇ 108ને બોલાવી પરંતુ બહુ મોડું થઈ ગયું હતું અને યુવાનને મૃતજાહેર કર્યો હતો. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે હાલ થોરાડા પોલીસ મથકના સ્ટાફે આપઘાતનું કારણ જાણવા તજવીજ આદરી છે. મૃતક સુરેશના માતા અગાઉ મનપામાં નોકરી કરતા બાદમાં સુરેશને પણ સફાઈ કામદાર તરીકે નોકરી મળી હતી. તેમજ તેઓને અન્ય એક કંપનીમાં કોન્ટ્રાકટ પણ છે. તેઓ સુખી સંપન્ન પરિવાર હતો. પોલીસ તપાસમા તેમને સંતાનમાં બે જુડવા દીકરી છે અને પોતે પાંચ બહેનનો એકનો એક ભાઈ હોવાનું સામે આવ્યું છે. યુવાનના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.