રાજકોટ નજીક સરધાર પાસે આવેલા ભંગડા ગામે મંગેતર અન્ય કોઈ સાથે ભાગી જતા યુવાને પોતાના હાથે બ્લેડના છરકા મારી દેતા તેને તુરંત રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
યુવતીને પામી લેશે તેવો હરખ હતો
અનિલ નામના 28 વર્ષીય યુવાનની સગાઈ બે વર્ષ પહેલા એક યુવતી સાથે કરવામાં આવી હતી. યુવતી અને અનિલનો પરિવાર નજીકમાં સંબંધી થતા હતા, જેથી બન્ને સાથે જ મોટા થયા હતા. અનિલ સમજણો થયો ત્યારથી યુવતીને પોતાનું સર્વસ્વ માનતો હતો અને તેના સ્નેહ પ્રેમમાં ગળાડૂબ હતો. બન્ને પરિવારને નજીકના સગા હોવાથી અનિલ અને યુવતીની સગાઈ અંગે વાતચીત કરી બે વર્ષ પહેલા સગાઈ કરી હતી. સગાઈના એક વર્ષ સુધી અનિલ લગ્નના સોનેરી સપનાઓ જોતો હતો અને પોતાના અરમાનો પુરા થશે. યુવતીને પામી લેશે તેવો હરખ હતો.
બધુ ભુલી જવાનું કહેતા હતા
જો કે, આ સપના જોતા જોતા અચાનક જ યુવતી અન્ય કોઈ વ્યક્તિ સાથે પ્રેમ સંબંધમાં હોય, તેથી તે પ્રેમી સાથે ભાગી ગઈ હોવાની વાત મળતા જ અનિલ ભાંગી પડયો હતો. છેલ્લા એક વર્ષથી પરિવારજનો અનિલને આશ્વાસન આપતા હતા, અને બધુ ભુલી જવાનું કહેતા હતા.
પોલીસે અનિલનું નિવેદન લીધું
જો કે સંબંધોમાં મળેલો દગો ભુલી શકતો ન હતો તે હકીકત છે, તેના જ વિયોગમાં ને વિયોગમાં આજે સવારે 4 વાગ્યે અનિલે પોતાના હાથે બ્લેડના છરકા મારી દીધા હતા, તેમની પરિવારજનો અને મિત્ર સર્કલને જાણ થતા તેને તુરંત રાજકોટ સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડાયો હતો. હાલ તેની સારવાર ચાલુ છે. બનાવના પગલે આજીડેમ પોલીસનો સ્ટાફ પણ દોડી ગયો હતો આપઘાત પ્રયાસની ઘટના હોવાથી પોલીસે અનિલનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.