અમદાવાદમાં કેમિકલ ફેક્ટરીઓમાં આગ લાગ્યા બાદ રાજકોટ ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે. રાજકોટ ફાયર વિભાગે શહેરની અલગ અલગ કેમિકલ સ્ટોરેજ પર તવાઈ બોલાવી છે. આજથી જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. NOC વગરના એકમો સામે કાર્યવાહી કરવામાં આવશે
ચેકિંગ માટે ખાસ કમિટી તૈયાર કરવામાં આવી છે
આજે કુવાડવા રોડ પર GPCB, પર્યાવરણ અને ફાયર બ્રિગેડની સંયુક્ત ટીમ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. શાપર-વેરાવળ, મેટોડા હડમતાળા, લોઠડા, પડવલા, કુવાડવા, GIDCમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે જ ઇન્ડસ્ટ્રીઝમાં સ્ટોરેજ ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. મહત્વનું છે કે ચેકિંગ માટે ખાસ કમિટી તૈયાર કરવામાં આવી છે.
શહેરના અલગ અલગ વિસ્તારમા ફાયર વિભાગે તપાસ હાથ ધરી
આજી GIDCમાં મોટાભાગની ફેક્ટરીઓ NOC વગરની છે. જેથી રાજકોટ ફાયર વિભાગે 2-3 દિવસ પહેલા તપાસ હાથ ધરી હતી. બીજી તરફ શહેરમાં હાઈરાઇઝ બિલ્ડિંગમાં તપાસ કરતા 15 જેટલા બિલ્ડિંગોમાં ફાયર સેફટીની સુવિધા ન હોવાથી નોટિસ ફટકારવામાં આવી હતી. મહત્વનું છે કે એક વર્ષ પહેલા આજી GIDCમાં કમિકલની ફેક્ટરીમાં આગ લાગી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.