તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સામુહિક આપઘાત કેસ:રાજકોટમાં પિતા-પુત્ર બાદ પુત્રીનું પણ મોત, મધર્સ ડેના દિવસે જ માતાએ દીકરીનો મૃતદેહ જોયો, મરવા મજબૂર કરનાર શખ્સની ધરપકડ

રાજકોટ3 મહિનો પહેલા
મૃતક દીકરી કૃપાલીની ફાઇલ તસવીર.
  • કોરોનાની દવા છે કહી પુત્ર-પુત્રીને ઝેરી દવા પીવડાવી બાદમાં પિતાએ પણ પી લીધી હતી

આજે મધર્સ ડે છે અને આ મધર્સ ડેના દિવસે જ રાજકોટમાં એક માતાને તેમની યુવાન દીકરીના મૃતદેહ જોવાનો વખત આવ્યો છે. શહેરના શિવમપાર્ક વિસ્તારમાં વિપ્ર પરિવાર સામુહિક ઝેરી દવા પીવાના ચકચારી બનાવમાં પિતા-પુત્ર બાદ આજે પુત્રીએ પણ સારવાર દરમિયાન દમ તોડ્યો છે. સમગ્ર મામલે પોલીસે સ્યુસાઇડ નોટના આધારે ગુનો નોંધી એડવોકેટ વોરા અને દિલીપ કોરાટ વિરુદ્ધ ગુનો નોંધી દિલીપ કોરાટની ધરપકડ કરી ફરાર એડવોકેટને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

3 મેના રોજ તપિતા-પુત્ર અને પુત્રીએ ઝેરી દવા પી લીધી હતી
ગત 3 મેના રોજ શહેરના નાનામવા રોડ પર આવેલા શીવમ પાર્ક ખાતે કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયાએ કોરોનાની દવા છે તેમ કહી દિકરા અંકિત લાબડીયા તથા દીકરી કૃપાલી લાબડીયા એમ ત્રણેયે ઝેરી દવા પી જતા સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઇ જતા પ્રથમ પુત્ર અંકિત કમલેશભાઇ લાબડીયાનું મૃત્યુ થયું હતું. બાદમાં બીજા દિવસે 4 મેના રોજ પિતા કમલેશ લાબડીયા પણ મૃત્યુ પામ્યા હતા. બાદમાં આજે સારવાર દરમિયાન પુત્રી કૃપાલીનું પણ મોત નીપજતા પરિવાર વેર-વિખેર થઇ ગયો છે.

આરોપી દિલીપ કોરાટની પોલીસે ધરપકડ કરી.
આરોપી દિલીપ કોરાટની પોલીસે ધરપકડ કરી.

આરોપી દિલીપ કોરાટ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી
રાજકોટમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા આ બનાવ અંગે ખુદ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ગંભીરતાથી નોંધ લઇ ગુનો રજીસ્ટર કરવા માટેની સુચના આપી હતી. જેથી મરણ જનાર કમલેશભાઇની સ્યુસાઇડ નોટ કબ્જે કરી ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ગઇકાલે અમદાવાદ હાઇવે પરથી આરોપી દિલીપ કોરાટને ચોક્કસ બાતમીના આધારે પકડી પાડી કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી દિલીપ કોરાટ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી
પોલીસે આરોપી દિલીપ કોરાટ વિરુદ્ધ આઈપીસી કલમ 306, 406, 387, 114 અને 120 બી મુજબ ગુનો દાખલ કરી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ ગુનામાં ફરાર આરોપી એડવોકેટ વોરાને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

4 મેના રોજ કમલેશભાઇનું સારવારમાં મોત નીપજ્યું હતું.
4 મેના રોજ કમલેશભાઇનું સારવારમાં મોત નીપજ્યું હતું.

જાણો શું હતો સમગ્ર મામલો
નાનામવા રોડ નજીક રહેતા 45 વર્ષીય કમલેશભાઈ રામકૃષ્ણભાઈ લાંબડિયાએ તેની પુત્રી કૃપાલીબેન અને પુત્ર અંકિતને કોરોનાની દવા હોવાનું કહી ઝેરી દવા પીવડાવી હતી. સાથે જ પોતે પણ આ દવા પીધી હતી. જો કે પત્નીને ઉલટી થતા તેણે ભલે કોરોના થતો તેમ કહી આ દવા પીવાનું ટાળ્યું હતું. ઘટનાને લઈ પિતા-પુત્ર અને પુત્રીની તબિયત લથડતા ત્રણેયને સારવાર માટે ખસેડાયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક કમલેશભાઈની સ્યુસાઇડ નોટ સામે આવી હતી.

3 મેના રોજ કમલેશભાઇના પુત્રનું મોત નીપજ્યું હતું.
3 મેના રોજ કમલેશભાઇના પુત્રનું મોત નીપજ્યું હતું.

દિલીપ કોરાટને રૂા.1.20 કરોડમાં મકાન અપાવ્યું હતું
સ્યુસાઇડ નોટમાં જણાવ્યા મુજબ, સંતાનોના લગ્ન માટે માટે કમલેશભાઈ લીંબાડિયાએ પોતાનું મકાન વહેંચવા જાહેરાત આપી હતી. જેના આધારે એડવોકેટ આર. ડી. વોરાએ સંપર્ક કરી તેના સગા દિલીપ કોરાટને રૂા.1.20 કરોડમાં મકાન અપાવ્યું હતું. મકાનના આર.ડી. વોરા અને દિલીપભાઈ કોરાટે 20 લાખ રોકડા આપ્યા હતા. જો કે બાકી નિકળતા રૂપિયા 1 કરોડની માંગ કરતા આ રૂપિયા આપી દીધા હોવાનું કહી પોલીસમાં અરજી કરી હેરાનગતી કરતા હતા અને હિતેશ અને ભાવિન નામના બે વ્યક્તિ રૂા.2.12 લાખ લઈને જતા રહ્યા હોઈ મકાન અને કારના હપ્તા ચડી ગયા હોવાથી પોતે સામૂહિક ઝેરી દવા પીધી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.