એક્ઝામ:દિવાળીના વેકેશન બાદ 22 નવેમ્બરથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અલગ અલગ ફેકલ્ટીના 53959 વિદ્યાર્થીની પરીક્ષા શરૂ થશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સોરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઇલ તસવીર. - Divya Bhaskar
સોરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઇલ તસવીર.
  • મોટાભાગની પરીક્ષા સવારે 10.30થી 1 અને બાકીની પરીક્ષા બપોરે 2.30થી 5 દરમિયાન લેવાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દિવાળી વેકેશન ખુલતાની સાથે જ આગામી 22 નવેમ્બરથી અલગ અલગ 35 પરીક્ષા શરુ થશે. જેમાં 130 પરીક્ષા સેન્ટર પરથી 53959 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં મોટાભાગની પરીક્ષા સવારે 10.30થી 1 અને બાકીની પરીક્ષા બપોરે 2.30થી 5 દરમિયાન લેવામાં આવશે.

આ ફેકલ્ટીના વિદ્યાર્થીઓની પરીક્ષા
પરીક્ષા નિયામક નિલેશ સોનીના જણાવ્યા પ્રમાણે 22મીથી ઓલ્ડ ન્યૂ કોર્સના સેમેસ્ટર 3,5 અને 7ની પરીક્ષા યોજાશે. જેમાં બી.કોમ. રેગ્યુલર-એક્સ્ટર્નલ વર્ષ 2016 અને 2019ના 18401 વિદ્યાર્થીઓ, બી.એ.માં 15056 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. આ સિવાય સેમ. 5ના બીએસસીના 4279, બીસીએના 2522, બીબીએના 2452, એલએલબીના 1822 વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે. આ ઉપરાંત બી.એ.એલ.એલ.બી. સેમ.3ના વર્ષ 2021ના 1, સેમ.4 અને 7ના 2015ના વર્ષના 1-1 જ્યારે સેમ. 9ના 1નો વિદ્યાર્થી પરીક્ષા આપશે.

18 ઓક્ટોબરે જાહેર થયેલી પરીક્ષા વિરોધને કારણે મોકૂફ રહી હતી
આ સાથે એલ.એલ.એમ. અને એચ.આર. સેમ.3, બી.આર.એસ. સેમ. 3 અને 5, બી.એસસી.આઈ.ટી. સેમ. 5, બી.એચ.ટી.એમ. સેમ. 5 અને 7, બી.પી.એ., બી.એસસી. બાયોઇન્લે, હોમસાયન્સ, બી.એસ.ડબલ્યુ. સેમ. 5ના છાત્રોની પરીક્ષા યોજાશે. આ તમામ પરીક્ષા આગામી 22 નવેમ્બરથી શરૂ થશે. જે 130 કેન્દ્ર પરથી લેવાનારી પરીક્ષા માટે 60થી વધુ ઓબ્ઝર્વર રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગત તારીખ 18 ઓક્ટોબરના જાહેર થયેલી પરીક્ષા વિદ્યાર્થીઓના વિરોધને લીધે મોકૂફ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...