તંત્રની તૈયારી:દિવાળી બાદ તારાજીમાં તૂટેલા 43 ચેકડેમ-તળાવનું રિપેરિંગ કામ થશે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દોઢ માસમાં વધુ 80 તળાવનું કામ શરૂ કરવા તંત્રની તૈયારી

રાજકોટ જિલ્લામાં વરસાદી તારાજીથી અનેક જગ્યા ડેમ-તળાવોમાં નુકસાન થયું છે. ત્યારે ચોમાસાની વિદાય સાથે જ જિલ્લામાં ચેકડમ-તળાવોના કામ શરૂ કરવા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગામી 15 દિવસમાં જ એટલે કે દિવાળી બાદ જિલ્લામાં એક સાથે 43 ચેકડેમ-તળાવના કામ શરૂ થશે. તૂટેલા ડેમના કામ પહેલા શરૂ કરાશે. આ ઉપરાંત 80 વધુ તળાવના કામ પણ દોઢ મહિનામાં શરૂ કરવામાં આવશે. જિલ્લાના અનેક નાના-મોટા તળાવોમાં નુકસાન થયું હતું. ત્યારે મેઘરાજાએ વિદાય લેતાની સાથે જ તળાવોના કામ શરૂ કરવા તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. અત્યાર સુધી દર વર્ષે માત્ર 15 થી 20 ડેમનું જ રિપેરિંગ કામ કરવામાં આવતું હતું.

તેમાં પણ મોટાભાગે ઉનાળામાં જ કામ શરૂ થતું હોવાથી ચોમાસું આવે ત્યાં સુધીમાં પૂર્ણ ન થતાં કેટલાક કામ અધવચ્ચે અટકાવવા પડતાં હતાં. ત્યારે આ વખતે અગાઉથી સરવે અને આયોજન કરાયું આવ્યું છે. સિંચાઈ વિભાગના ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર ભાવિન ભીમજિયાણીના જણાવ્યા મુજબ જિલ્લામાં ભારે વરસાદથી ચેકડેમ- તળાવોમાં નુકસાન થયું છે. આ માટે સરવે પણ પૂર્ણ કરી દવાયો છે. જેથી હવે દિવાળી બાદ પહેલા તબક્કામાં જિલ્લાના અલગ- અલગ તાલુકાઓમાં કુલ મળી 43 તળાવ તેમજ ચેકમડેમનું રિપેરિંગ કામ શરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...