ભાસ્કર એક્સક્લુઝિવ:કલાર્ક પાસે 30 રૂપિયા જમા કરાવી મનપાના દરેક કર્મચારીને ધ્વજ લેવા ફરમાન કરાયું

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હર ઘર તિરંગા ઝુંબેશ : પ્રજાના પૈસે જશ ખાટવા કામદારો પર ‘પ્રેસર ટેક્નિક’

હર ઘર તિરંગા માટે તંત્રે લોકો પાસેથી પૈસા લઈને તિરંગા વેચવાનું ચાલુ કર્યું છે પણ કર્મચારીઓ ઉપર ફરજિયાત કરી દેવાયું છે અને પરિપત્ર કરીને આદેશ કરવામાં આવી રહ્યા છે કે બધાએ ક્લાર્કને પૈસા આપી ધ્વજ લઈ જવાના રહેશે.

રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના 3 લાખ ઘરોમાં ઝંડા લગાવવા માટેનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ માટે શાળા કોલેજોને દબાણ અપાઈ રહ્યા છે અને મનપાના કર્મચારીઓ તેમજ કોન્ટ્રાક્ટર પર પણ ઝંડા ખરીદવાનું ફરમાન જારી કરાયું છે. મનપાની આરોગ્યશાખાએ તો દરેક કર્મચારીને વોટ્સએપમાં પરિપત્ર કર્યો છે અને તેમાં જણાવ્યું છે કે તમામ કાયમી, કરાર આધારિત અને આઉટ સોર્સિંગ હેઠળ કામ કરતા કર્મચારીઓએ કચેરીમાંથી રાષ્ટ્રધ્વજની ખરીદી કરવાની રહેશે અને 30 રૂપિયા કચેરીના હેડક્લાર્કને નામ સાથે આપીને રાષ્ટ્રધ્વજ મેળવવાનો રહેશે. આ ખરીદી 10 તારીખ સુધીમાં કરવાની રહેશે.

મનપાની માત્ર આરોગ્યશાખા જ નહીં પણ દરેક શાખાએ પોતાના કર્મચારીઓને આ રીતે રાષ્ટ્રધ્વજની ખરીદી કરવાનું ફરમાન કર્યું છે ત્યારે અહીં સૌથી મોટો પ્રશ્ન એ થાય કે રાષ્ટ્રધ્વજની ખરીદી કરવાની ફરજ ક્યા નિયમો આધારે પાડી શકાય? તેમજ રાષ્ટ્રધ્વજ માટે કર્મચારી બીજા સ્થળોએથી પણ ખરીદી શકે છે આમ છતાં કચેરીનો જ આગ્રહ કેમ રખાય છે?

એક જ ઘરમાં બે કર્મચારી હોય, વિદ્યાર્થી હોય તો બધાએ લેવાના!
ઘણા ઘર એવા હોય છે જેમાં પતિ-પત્ની બંને સરકારી કર્મચારી હોય અથવા તો સરકારી કચેરીઓમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા હોય અથવા એક જ ઘરમાં રહેતા પરિવારના બીજા સભ્ય પણ આ રીતે સરકારી કચેરીમાં હોય છે. આ તમામને ધ્વજ લેવાની ફરજ પાડવામાં આવી રહી છે. આ રીતે એક જ ઘરમાં એક કરતા વધુ રાષ્ટ્રધ્વજ દેવા પ્રયાસો થઈ રહ્યા છે વિકલ્પ અપાતા નથી.

અન્ય સમાચારો પણ છે...