તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોવિડ ઈફેક્ટ:કોરોના પછી નમકીન બનાવતી કંપની IT ભરવામાં ટોપ 5 માંથી બહાર નીકળી ગઈ

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ITનું નેટ કલેક્શન માત્ર રૂ. 212 કરોડ થયું, ગત વર્ષ કરતા રૂ. 682 કરોડ ઓછું
 • વેલ્થ મેનેજમેન્ટની કંપની અગ્રેસર, વિવાદ સે વિશ્વાસ સ્કીમમાં માત્ર 50 ટકાએ જ રસ લીધો

કોરોના પછી ટેક્સ કલેક્શનમાં ધરખમ પરિવર્તન જોવા મળ્યું છે. નમકીન બનાવતી કંપની કે જે છેેલ્લા 5 વર્ષથી ટોપ 5માં આવતી હતી તે આ વખતે સીધી છઠ્ઠા ક્રમે ધકેલાઈ ગઈ છે. જ્યારે વેલ્થ મેનેજમેન્ટ કરતી કંપની આગળ નીકળી ગઈ છે. ગત વર્ષની સરખામણીએ નવેમ્બર માસ સુધીના ટેક્સ કલેક્શનમાં રૂ. 682 કરોડનું ગાબડું પડ્યું છે. ગત વર્ષે એટલે કે 2019-2020 માં એપ્રિલ માસથી લઈને નવેમ્બર માસ સુધીનું ગ્રોસ કલેક્શન રૂ.1640 કરોડનું હતું. જેમાંથી રૂ. 746 કરોડનું રિફંડ આપવામાં આવતા નેટ કલેક્શન રૂ. 894 કરોડનું થયું હતું.

જ્યારે ચાલુ નાણાકીય વર્ષ 2020-2021 માં એપ્રિલથી નવેમ્બર માસ સુધીનું ગ્રોસ કલેક્શન રૂ.1 હજાર કરોડ થયું છે અને રિફંડ રૂ.788 કરોડનું ચૂકવાતા નેટ કલેક્શન રૂ. 212 કરોડનું થયું છે. કરદાતાને ફાયદો થાય અને કોર્ટમાં ચાલતા કેસનો નિકાલ થાય તે માટે વિવાદ સે વિશ્વાસ સ્કીમ અમલી બનાવવામાં આવી છે. જેમાં રાજકોટના માત્ર 50 ટકા જ ઉદ્યોગકારોએ રસ લીધો છે. જે અંગેનું મુખ્ય કારણ એ છે કે, કરદાતાઓને વિશ્વાસ છે કે તેઓ અપીલમાં જીતી જશે.જો કરદાતા અપીલમાં જીતી જાય તો તેને ટેક્સ ભરવામાંથી મુક્તિ મળે. કોવિડને કારણે ટેક્સ કલેક્શન ઘટ્યું છે. જેની ટકાવારી 76.2 છે. સમગ્ર દેશમાં ટેક્સ કલેક્શન ઘટ્યું છે. તેની ટકાવારી 24.5 ટકા છે.

સૌથી વધુ ટેક્સ કોર્પોરેટ સેક્ટરમાંથી ભરાયો
વ્યક્તિગત અને કોર્પોરેટ એમ બન્ને કરદાતાઓ ટેક્સ ચૂકવે છે, પરંતુ આ વખતે ટેક્સ કલેક્શન કોર્પોરેટ સેક્ટરમાંથી વધુ થયું છે. જો કે ફેસલેસ એસેસમેન્ટને કારણે સ્ક્રૂટિની એસેસમેન્ટ, રિકવરી સરવે અને સામાન્ય સરવેની સત્તા પાછી ખેંચી લેવાતા આવનારા વર્ષોમાં ટેક્સ કલેક્શનમાં તેની અસર જોવા મળશે.

હજુ કલેક્શન વધશે
જે ટેક્સ કલેક્શન થયું છે તે નવેમ્બર માસ સુધીનું જ છે. હજુ 15 ડિસેમ્બર અને 31 માર્ચનું ટેક્સ કલેક્શન બાકી છે. આ ટેક્સ ભરાયા બાદ ટેક્સ કલેક્શન વધવાની શક્યતા છે. ફેસલેસ એસેસમેન્ટથી માળખામાં પરિવર્તન થયું છે. - રવીન્દ્રકુમાર પટેલ, ચીફ કમિશનર IT TDS કલેક્શનમાં રાજકોટ છેલ્લા ક્રમે

TDS કલેક્શનમાં રાજકોટ છેલ્લા ક્રમે

શહેરકલેકશન (રૂ.)
અમદાવાદ-11522 કરોડ
અમદાવાદ -2984 કરોડ
બરોડા1207 કરોડ
સુરત543 કરોડ
રાજકોટ212 કરોડ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો