તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • After Corona, 65% Of People Suffer From The Disease, Despite 14 To 18 Hours Of Sleep, Restlessness, According To A Survey By Sou.Uni.

કોરોના બાદ હાઇપરસોમનિયાનો આતંક:કોરોના બાદ 65 ટકા લોકો આ બિમારીનો ભોગ બન્યા, 14થી 18 કલાકની ઊંઘ લીધી હોવા છતાં બેચેની રહે, સૌ.યુનિ.ના સર્વેમાં તારણ

4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગંભીર રોગમાંથી સાજા થયા બાદ પણ હાઇપરસોમનિયા થવાથી વ્યક્તિ કાર અથવા બાઇક ચલાવતા સૂઈ જાય છે

આપણે સૌ જાણીએ છીએ કે ભારત સહિત સમગ્ર વિશ્વ આજે કોરોના વાયરસની ભયંકર મહામારી સામે લડી રહ્યુ છે. આ સબંધિત ઘણી માહિતી સોશિયલ મીડિયા પરથી મેળવીએ છીએ. આ બધી મીડિયાની અસર લોકમાનસ પર બહુ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ઘણી વ્યક્તિઓનીએ ફરિયાદ હોય છે કે, ગમે તેટલું ઉંઘીએ પણ અમારી ઊંઘ પુરી નથી થતી, આખો દિવસ સુસ્તી, બેચેની, અનિંદ્રા જેવું લાગ્યા કરે છે. જેને મનોવિજ્ઞાનમાં હાઇપરસોમનિયા અર્થાત અતિનિંદ્રા કહેવામાં આવે છે. આ એક એવી બિમારી છે જેમાં વ્યક્તિ દિવસમાં વધુ પડતી ઊંઘ કરે છે અને છતાં તેમને સતત બેચેની લાગવી, કામ કરવામાં મુશ્કેલીઓનો અનુભવ થાય છે. કારણ કે તેઓ વારંવાર કંટાળી જાય છે. જે એકાગ્રતા અને ઉર્જાના સ્તરને અસર કરે છે.આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો.ધારા આર. દોશી અને નારીયા ધરતી દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. જે અનુસાર આ એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિ હંમેશા નિંદ્રામાં રહે છે. એટલું જ નહીં, કોઈ પણ કામ કરતી વખતે તે ઘણી વખત સૂઈ જાય છે. ઘણી વખત વ્યક્તિ કાર અથવા બાઇક ચલાવતા સૂઈ જાય છે, તો આ પરિસ્થિતિ કેટલી જોખમી હશે. આ સ્લીપ ડિસઓર્ડર ઉપરાંત, વ્યક્તિની અંદર ઉર્જાનું સ્તર ખૂબ ઓછું હોય છે. જેના કારણે તે હંમેશાં થાક અને સુસ્તી અનુભવે છે.​​​​​​​

હાઇપરસોમનિયા થવા પાછળના કારણો

 • અતિ સંવેદનશીલતા
 • વધુ પડતું દવાઓનું સેવન
 • આલ્કોહોલનું સેવન
 • ભય
 • ચિંતા
 • ખિન્નતા
 • તણાવ
 • વધુ પડતા વિચારો
 • હોર્મોન્સમાં પરિવર્તન
 • માનસિક દબાણ
 • અયોગ્ય જીવનશૈલી​​​​​​​

હાઇપરસોમનિયાના લક્ષણો

 • થાક
 • ઓછી શારીરિક શક્તિ
 • ચિડીયાપણું
 • ચિંતા
 • ભોજન અરુચિ
 • અયોગ્ય વિચારો
 • યાદ કરવામાં મુશ્કેલીઓ
 • બેચેની

કોરોના અને હાઇપરસોમનિયા
​​​​​​​
કોરોનાને કારણે જે બેચેની અને સુસ્તી લોકો અનુભવે છે તેને કારણે આ માનસિક રોગનું પ્રમાણ વધતું જોવા મળે છે. મનોવિજ્ઞાન ભવનમાં આવેલ કાઉન્સેલિંગ માટેના ફોનનું વિશ્લેષણ કરતા આશરે 65 ટકા લોકો જે કોરોનાનો ભય અનુભવે અથવા જે કોરોના માંથી સાજા થઈ ગયા છે તે આ માનસિકતા ધરાવે છે ઘણી વખત 14થી 18 કલાકની ઊંઘ લીધી હોવા છતાં બેચેની વ્યક્તિ અનુભવતી હોય છે.​​​​​​​

હાઇપરસોમનિયાનો ઉપચાર

 • વ્યાયામ
 • બોધત્મક વર્તન
 • સુવા માટેના કલાકો નક્કી કરવા
 • વધુ પડતા વિચારો ત્યજવા
 • વધુ પડતા મોબાઈલનો ઉપયોગ ટાળવો
 • વધુ પડતા દવાના સેવનથી બચવું
 • વિધાયક બનવું
 • મન મક્કમ કરી આળસ અને બેચેની દૂર કરવી
 • યોગ્ય સલાહકાર કે મનોવૈજ્ઞાનિકની મદદ લેવી
 • હળવું સંગીત સાંભળવું
 • ધ્યાન પ્રાણાયમ કરવા
 • યોગ્ય આહાર લેવો
 • ફાસ્ટફૂડ ટાળવું
અન્ય સમાચારો પણ છે...