આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ:કોરોના બાદ 59.7% નર્સને ફિલ્ડ છોડવાનો વિચાર આવ્યો, 67.7%ને દર્દીની સારવાર દરમિયાન હિંસાનો શિકાર બનવું પડ્યું

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મનોવિજ્ઞાન ભવન દ્વારા 810 નર્સ પર સર્વે કરવામાં આવ્યો, જેમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા

દર વર્ષે 12 મે એ નર્સિંગ સેવાના સ્થાપક ફ્લોરેન્સ નાઇટીંગેલની જન્મજયંતિ પર વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નર્સિંગ સ્ટાફનું વિવિધ બીમારી કે ઇજા સહિતના તકલીફ વાળા દર્દીઓને સારા કરવામાં ભારે યોગદાન રહે છે. તો સતત કાર્યરત નર્સિંગ સ્ટાફને શું મનોભાર અનુભવાય છે? એ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ અને અધ્યાપક ડો. ધારા દોશીએ 810 નર્સનો સર્વે કર્યો હતો. જેમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. જ્યાં 67.7% નર્સને દર્દીની સારવાર દરમિયાન હિંસાનો શિકાર બનવું પડ્યું છે. જયારે કોરોના બાદ 59.7% નર્સને ફિલ્ડ છોડવાનો વિચાર આવ્યો છે.

સર્વેના તારણો

પ્રશ્ન: શું તમે ઘણા પડકારોનો સામનો કરો છો?
જવાબ: જેમાં 95.2% એ હા જણાવી

પ્રશ્ન: તમારા કાર્ય દરમિયાન હિંસાનો શિકાર બનવું પડે છે?
જવાબ: જેમાં 67.7% એ હા જણાવી

પ્રશ્ન: કાર્ય સ્થળ પર તમે તમારી જાતને સેઈફ અનુભવો છો?
જવાબ: જેમાં માત્ર 37.1% એ હા જણાવી

પ્રશ્ન: ઓવર ટાઇમ વખતે ચિંતા અનુભવાય છે?
જવાબ: જેમાં 90.3% એ હા જણાવી

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

પ્રશ્ન: શું તમને ડોક્ટર જેટલું મહત્વ મળી રહે છે?
જવાબ: જેમાં 91.9% એ ના જણાવી

પ્રશ્ન: શું તમારે ભેદભાવનો સામનો કરવો પડે છે?
જવાબ: જેમાં 93.5% એ હા જણાવી

પ્રશ્ન: તમારા યોગદાનની નોંધ ઓછી લેવાય છે?
જવાબ: જેમાં 93.5% એ હા જણાવી

પ્રશ્ન: વર્કપ્રેશરથી પારિવારિક સમસ્યાઓ થાય છે?
જવાબ: જેમાં 91.9% એ હા જણાવી

પ્રશ્ન: કોરોના પછી તણાવ અનુભવાય છે?
જવાબ: જેમાં 77.4% એ હા જણાવી

પ્રશ્ન: ઈમરજન્સીમાં પારિવારિક કાર્યો છોડીને જતું રહેવું પડે છે?
જવાબ: જેમાં 87.1% એ હા જણાવી

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

પ્રશ્ન: તમારા કાર્ય પ્રમાણે તમને મહત્વ મળી રહે છે?
જવાબ: જેમાં 85.5% એ નાં જણાવી

પ્રશ્ન: પરિવારે આ ફિલ્ડ છોડવા ક્યારેય દબાણ કર્યું છે?
જવાબ: જેમાં 83.9% એ ના જણાવ્યું

એક નર્સ તરીકે તમારા અનુભવો
પોતાના અનુભવો વર્ણવતા એક નર્સે જણાવ્યું હતું કે, ઘણી વાર પેશન્ટના રીલેટીવનું ખરાબ વર્તન કરે છે તો ઘણીવાર પેશન્ટની દૂઆ પણ મળે તો ઘણી વાર તેમને સમજાવવા પણ અઘરા પડી જાય. જયારે પેશન્ટ સ્વસ્થ થઈ જાય ત્યારે ખુબ આનંદ આવે પણ જયારે અમારા કાર્યની નોંધ ન લેવાય ત્યારે દુખી થવાય છે. અધિકારી દ્વારા ક્યારેક કામગીરીમાં સાંભળવું પડે છે અને અપમાન સહન કરવું પડે છે. દર્દી જ્યારે સારવારથી સારું થઈ જાય ત્યારે ખૂબ જ આત્મસંતોષ લાગણી થાય છે પરંતુ જ્યારે કોઈ કારણસર દર્દીનું મૃત્યુ થાય તેવા સંજોગોમાં દર્દીના સગા દ્વારા કરવામાં આવતા હુમલા તેમજ ગેરવર્તણૂક ખૂબ જ ખરાબ લાગે છે ખાસ કરીને ઘણી જગ્યાએ ડોક્ટરોના કે નર્સોના પ્રોટેક્શન માટે કોઈ ખાસ વ્યવસ્થા નથી તેનાથી ખૂબ જ જોખમી સંજોગોમાં કામ કરી રહ્યા હોય તેવો અનુભવ થાય છે.

અન્ય સમાચારો પણ છે...