ક્રાઇમ:દિવાળીનું વેકેશન પુરૂ કર્યા બાદ ગામડેથી પરત રાજકોટ આવ્યા બાદ ધો.12નો વિદ્યાર્થી હોસ્ટેલે પહોંચ્યો નહીં, પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
સગીરને શોધવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી. - Divya Bhaskar
સગીરને શોધવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી.
  • ચોટીલા પંથકનો વિદ્યાર્થી રાજકોટના ભગવતીપરાની હોસ્ટેલમાં રહી ભણે છે

રાજકોટના એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ધો.12માં અભ્યાસ કરતો વિદ્યાર્થીની અપહરણની ફરિયાદ નોંધાઇ છે. અપહૃત ચોટીલા પંથકમાં રહેતો અને રાજકોટમાં આવેલી એક હોસ્ટેલમાં રહી ત્યાં જ ધોરણ-12માં અભ્યાસ કરે છે. દિવાળીની રજામાં તે વતન ગયા બાદ 10 નવેમ્બરના રોજ વેકેશન પુરૂ થતાં ફરીથી રાજકોટ હોસ્ટેલ ખાતે આવવા નીકળ્યો હતો. પરંતુ હોસ્ટેલ ન પહોંચતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. છતાં મળી ન આવતા આખરે બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પરિવારે અપહરણની ફરિયાદ નોંધાવી છે.

સતત શોધખોળ કરવા છતાં તેનો પત્તો ન મળ્યો
અપહૃત તેના કાકાના દીકરા સાથે હોસ્ટેલે આવવા ગામડેથી નીકળ્યો હતો. બંને ભાઇઓ ગામડેથી રાજકોટ આવ્યા બાદ હોસ્ટેલ તરફ જવા 10 નવેમ્બરે સવારે પોણા અગિયારેક વાગ્યે પગપાળા રવાના થયા હતાં. પુલ નીચે યદુનંદન કોલ્ડ્રીંક્સ પાસે બંને પહોંચ્યા ત્યારે કાકાના દીકરાને પોતે લઘુશંકા કરીને આવે છે તેમ કહી પાછળ રહી ગયો હતો. એ પછી તે હોસ્ટેલ પહોંચ્યો જ નહોતો. સતત શોધખોળ કરવા છતાં તેનો પત્તો ન મળતાં અંતે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે સગીર ગૂમ થવાના કિસ્સામાં અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

કોઇને જોવા મળે તો પોલીસને જાણ કરવા અપીલ
કોઇને જોવા મળે તો પોલીસને જાણ કરવા જણાવાયું છે. બી-ડિવીઝન પીઆઇ એમ.બી.ઔસુરા અને ટીમે IPC 363 મુજબ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અપહૃત બે ભાઇ અને બે બહેનમાં નાનો છે અને તેના પિતા ખેતી કામ કરે છે.