ધરપકડ:તરુણીને ફોન કરી બોલાવ્યા બાદ દુષ્કર્મ કરનાર તરુણ સહિત બે આરોપી પકડાયા

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મામાના ઘરે ગયેલી તરુણીનું અપહરણ કરી માર મારી બંનેએ દુષ્કર્મ આચર્યું હતું

મોરબી રોડ પર રહેતા મામાના ઘરે આવેલી 16 વર્ષીય તરુણીનું અપહરણ કરી મકાનમાં લઇ જઇ માર મારી દુષ્કર્મ આચરવાના બનાવમાં પોલીસે તરુણ સહિત બે આરોપીને ઝડપી લીધા છે. કોરોના રિપોર્ટ આવ્યા બાદ બંને દુષ્કર્મીની ધરપકડ કરવામાં આવશે.

ભોગ બનનાર તરુણીએ નોંધાવેલી ફરિયાદમાં, તે મોરબી રોડ પર રહેતા મામાને ત્યાં થોડા સમયથી રહેતી હતી. દરમિયાન સોમવારે તે મામાના ઘરે હતી. ત્યારે ચુનારાવાડમાં રહેતા તરુણે ફોન કરી મકાન જોવા જવાનું કહીને ઘરમાંથી બહાર બોલાવી હતી. ઘરની બહાર નીકળ્યા બાદ થોડે દૂર જતા તરુણ અને કુબલિયાપરાનો વીકી રાજુ સોલંકી બાઇક સાથે ઊભા હતા. પોતે ત્યાં પહોંચતા તરુણે બળજબરીથી બાઇકમાં બેસાડી સેટેલાઇટ ચોક પાસે આવેલા એક ખાલી મકાનમાં લઇ ગયા હતા.

અહીં પોતાને માર મારી બંનેએ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં જો બનાવની કોઇને વાત કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી બંને નાસી ગયા હતા. મહામહેનતે મામાના ઘરે પહોંચ્યા બાદ સઘળી વિગત જણાવ્યા પછી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની શરૂઆતની પૂછપરછમાં તરુણીએ પોતે સોડા પીવા નીકળી ત્યારે બંનેએ મોઢે ડૂમો દઇ અપહરણ કરી લઇ ગયા બાદ બંધ મકાનમાં દુષ્કર્મ આચર્યાનું જણાવ્યું હતું. વિશેષ પૂછપરછમાં આરોપીએ ફોન કરી ઘર બહાર બોલાવ્યા બાદ બળજબરીથી લઇ જઇ દુષ્કર્મ આચર્યાનું તરુણીએ જણાવ્યું હતું. મહિલા પોલીસમથકના પીએસઆઇ એ.જે.લાઠિયાએ તરુણ સહિત બે સામે પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. ચુનારાવાડ વિસ્તારની તરુણી પરના દુષ્કર્મના બનાવને પગલે વિસ્તારના લોકો મોટી સંખ્યામાં મંગળવારે પોલીસ કમિશનર કચેરીએ દોડી ગયા હતા. અને બંને આરોપીને કડકમાં કડક સજા કરવા પોલીસ અધિકારીને માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...