• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • After Bhaskar's Question, The Rajkot District Animal Husbandry System Woke Up, Conducted A Survey Of Recovered Animals And Announced That 2,403 Animals Have Recovered!

ભાસ્કર ઇમ્પેક્ટ:ભાસ્કરના સવાલ બાદ રાજકોટ જિલ્લા પશુપાલન તંત્ર જાગ્યું, રિકવર પશુનો સર્વે કરી 2,403 પશુ સાજા થયાનું કર્યું જાહેર!

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વધુ 237 ગાયમાં લમ્પી સ્કિન ડિસિઝનાં લક્ષણો, 2,10,612 પશુઓમાં વેક્સિનેશન

લમ્પી સ્કિન ડીસિઝ (એલ.એસ.ડી.) વાઇરસને કારણે ગૌ સંવર્ગના પશુઓનાં મોત નીપજી રહ્યા છે તેમજ પશુપાલકો-માલધારીઓમાં ગભરાટ ખૂબ જ ફેલાયો છે ત્યારે લમ્પી થયા બાદ રાજકોટ જિલ્લામાં કેટલા પશુઓ સાજા થયા તે અંગે ભાસ્કરે સવાલ કર્યા બાદ અંતે રાજકોટ જિલ્લા પશુપાલન તંત્ર જાગ્યું હોય તે રીતે રિકવર પશુનો સર્વે કરી અત્યાર સુધીમાં 2,403 પશુઓ સાજા થઇ ગયા હોવાની સત્તાવાર વિગતો જાહેર કરી હતી. છેલ્લા 24 કલાકમાં લમ્પીથી વધુ 11 ગાયોના મૃત્યુ નીપજતા કુલ મૃત્યુઆંક 46 સુધી પહોંચ્યો છે, તો વધુ 237 પશુઓમાં લમ્પીના લક્ષણો દેખાયા હતા.

રાજકોટ પશુપાલન તંત્ર દ્વારા શુક્રવારે જાહેર થયેલા સત્તાવાર રિપોર્ટમાં દર્શાવ્યા મુજબ જિલ્લામાં વધુ 11 ગાયના મોત સાથે કુલ મૃત્યુઆંક 46 થયો છે. તેમજ વધુ 237 પશુ લમ્પિગ્રસ્ત જોવા મળતા અત્યાર સુધીના અસરગ્રસ્ત પશુઓની કુલ સંખ્યા 3598એ પહોંચી છે. શુક્રવારની સ્થિતિએ લમ્પી અસરગ્રસ્ત ગામોની સંખ્યા 366 થઇ છે. દરમિયાન વધુ 23,550 પશુઓમાં રસીકરણ કરાયું હતું.

લમ્પીના એક્ટિવ કેસોની સંખ્યા 1141 દેખાડવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, લમ્પીને કારણે ઠેર-ઠેર પશુઓના મૃત્યુ થઇ રહ્યાનો માલધારીઓ દ્વારા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે, રાજકોટના માલધારીઓ દ્વારા કઇ જગ્યાયે કેટલી સંખ્યામાં પશુઓના મોત થયા તે અંગેની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે જિલ્લાના અધિકારીઓ, રાજકોટ જિલ્લા પંચાયતના શાસકો, પશુપાલન ખાતાના અધિકારીઓ એકંદરે ગભરાવા જેવી વાત ન હોવાનું જણાવી રહ્યા છે.

366 ગામોમાં લમ્પીના 1141 કેસ એક્ટિવ
તારીખલમ્પીગ્રસ્ત પશુસાજા થયેલા પશુમૃત્યુ પામેલા પશુ
4 ઓગસ્ટ3361201635
5 ઓગસ્ટ23738711
કુલ3598240346

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...