તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • After Being Infected With Corona, A 17 year old Student Can See Corona In The Phone, Eating Bread And Bathing Water While Studying Online!

રાજકોટના તરુણની વિચિત્ર સમસ્યા:કોરોનાનો ચેપ લાગ્યા બાદ 17 વર્ષના વિદ્યાર્થીને ઓનલાઇન ભણતા ફોનમાં, જમતા રોટલીમાં અને ન્હાતા પાણીમાં કોરોના દેખાય છે!

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • રાજકોટના તરુણને કોરોનાની સાથે માનસિક અસર થઇ, નિષ્ણાતોએ કાઉન્સેલિંગ કર્યું

કોરોના મહામારીમાં શારીરિક તકલીફોની સાથે લોકો માનસિક મુશ્કેલીઓનો પણ સામનો કરી રહ્યા છે. સાઇકોલોજીના નિષ્ણાત જણાવે છે કે, વ્યક્તિની શારીરિક બીમારીઓ માનસિક અવસ્થા ઉપર પણ આધાર રાખે છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા શહેરની શાળાઓમાં અને જિલ્લામાં કાઉન્સેલિંગ કેન્દ્રો શરૂ કર્યા છે. જેમાં રોજ લોકો હેલ્પલાઈનમાં ફોન કરીને માનસિક સહિતની જુદી સમસ્યાઓનો ઉકેલ માગે છે અને નિષ્ણાતો દ્વારા તેમનું કાઉન્સેલિંગ કરી સમસ્યાનું નિવારણ પણ કરાય છે.

કોરોના સિવાય કંઈ દેખાતું નથી
તાજેતરમાં એક વાલીએ હેલ્પલાઈનમાં ફોન કરી સમસ્યા રજૂ કરતા કહ્યું કે, મારે 17 વર્ષનો દીકરો છે. તેને કોરોના પોઝિટિવ આવ્યો હતો. ખબર નહિ તેને શું થયું છે કે તેને ઓનલાઇન ભણવાનું કહું તો કહેવા લાગે છે કે, મોબાઈલમાં કોરોના છે, જમવાનું આપું તો કહે રોટલીમાં બધે કોરોના છે, ન્હાવાનું કહું તો કે પાણીમાં કોરોના છે. બધે કોરોના જ છે કોરોના સિવાય કશું નથી. હવે તો અમને પણ એ કોરોના માનવા લાગ્યો અને કહ્યા કરે તમે પણ કોરોના છો. માનસિક સ્થિતિ સાવ બગડી ગઈ છે.

કાઉન્સેલિંગ સેન્ટરમાં લોકોએ સમસ્યાઓના નિરાકરણ માગ્યા

1. મેડમ મારી દીકરી 8 માસની છે. કોરોના દરમિયાન જન્મ થયો હોવાથી તેને અત્યાર સુધી બહાર કાઢી ન હતી. હવે ઘરના સભ્યો સિવાય બીજાને જોવે કે તેને તેડવામાં આવે તો રડવા લાગે અને હેબતાઈ જાય છે. શું કરવું? મારી દીકરીને કોઈ બીમારી તો નહિ હોય ને?

2. મારે 3 સંતાન હજુ નાના છે. મારા પતિ રોજ સ્મશાન જાય છે મડદા બાળવા. સેવા કરવા, હું તેને સમજાવું છું પણ સમજતા નથી શું કરવું? સેવાના મેવા સોંસરવા નીકળે એવી પરિસ્થિતિ છે. કઈ રીતે સમજાવવા?

3. મારા ભાભીના મમ્મીનું મૃત્યુ થતાં તેને આઘાત લાગ્યો છે ત્યાં સુધી કે તેને એક વર્ષનો બાબો છે. પણ આઘાતને કારણે એ પણ ભૂલી ગયા કે તેને બાબો છે. તેના ખોળામાં બાબાને આપીએ તો જાણે કોઈ પ્રતિક્રિયા જ નહીં. અમે તમારા સેન્ટર પર લઈને આવીએ.

4. આ કોરોનાએ શરૂઆતમા વૃદ્ધોનો જીવ લીધો, બીજા તબક્કામાં યુવાનોનો વારો લીધો, હવે સંભળાય છે કે ત્રીજા તબક્કામાં બાળકોને ઝપેટમાં લેશે તો, અમને ઘણા પ્રયત્નો પછી સંતાન પ્રાપ્તિ થઈ છે અને મારા બાળકને કોરોના થશે અને તેને કઈ થશે તો અમે જીવતા નહીં રહી શકીએ.5આ કેવો જમાનો આવ્યો છે અમે બાળકો માટે તરસતા હતા આજે એ બાળકોએ અમને મરવા માટે એકલા છોડી દીધા છે, આ કોરાનાનો સત્યાનાશ થાય, જેને પોતાના સગાં માતાપિતાને તરછોડ્યા હોય તેનો સહારો બીજા કોણ બને.

અન્ય સમાચારો પણ છે...