ભક્તોમાં આનંદ:જન્માષ્ટમી ઉજવવાની છૂટ મળતા રાજકોટમાં માલધારી સમાજે આતશબાજી કરી, આગેવાને કહ્યું- દ્વારિકાધીશે સત્તાધીશોને સદબુદ્ધિ આપી તે સારું છે

રાજકોટ2 મહિનો પહેલા
  • માલધારી સમાજ દ્વારા જન્માષ્ટમી ઉજવવા કલેકટ૨ને બે દિવસ પહેલા આવેદનપત્ર પણ આપયું હતું

ગુજરાત સરકારે રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવ જેવા તહેવારોને લઇને કોરોના અંગેની ગાઇડલાઇન અને SOP અન્વયે રાત્રિ કર્ફ્યૂ અને અન્ય નિયંત્રણો હળવા કરવાની જાહેરાત કરી છે. આ સંદર્ભે જન્માષ્ટમીના દિવસે રાત્રિ કર્ફ્યૂ રાતે 1 વાગ્યા બાદ લાગુ પડશે. આ નિણર્યથી ખુશ થઈને રાજકોટમાં માલધારી સમાજ દ્વારા ઢોલ, નગારા અને આતશબાજી કરી હતી. આ અંગે માલધારી સમાજના આગેવાન રણજિત મુંધવાએ મીડિયાને જણાવ્યું હતું કે, દ્વારિકાધીશે સત્તાધીશોને સદબુદ્ધિ આપી તે સારું છે.

CMને પત્ર લખી રજુઆત કરી હતી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મેં જન્માષ્ટમી ઉજવવા સૌ પ્રથમ CM વિજય રૂપાણીને રાત્રી કર્ફ્યુમાં નિયમો હળવા કરવા રજુઆત કરી હતી. ત્યારબાદ અમે તો બે દિવસ પહેલા પણ કલેકટ૨ને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે જન્માષ્ટમી ઉજવવાની લેખિતમાં રજુઆત કરી હતી. હાલ કો૨ોના વાય૨સની મહામા૨ીના પગલે સ૨કા૨ દ્વા૨ા ખાસ ગાઈડલાઈન જાહે૨ ક૨વામાં આવી છે.

માલધારી સમાજના આગેવાન રણજિત મુંધવા
માલધારી સમાજના આગેવાન રણજિત મુંધવા

અમારી માંગણી સરકારે સ્વીકારી લીધી તેનો આનંદ છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,જેમાં જાહે૨ સ્થળો પ૨ લોકોની ભીડના ક૨વી માસ્ક સોશ્યલ ડીસ્ટન્સ જાળવણી સહિતની ગાઈડલાઈનનો લોકો અમલ ક૨ી ૨હ્યા અને કો૨ોનાના કેસમાં ઘટાડો થતા હવે છૂટછાટો આપવામાં આવી ૨હી છે. તેની સાથે સાથે જગતના આધિપતિ ભગવાન શ્રીકૃષ્ણ કનૈયાના જન્મના વધામણા કો૨ોનાની ગાઈડ લાઈન મુજબ ક૨વા દેવાની માંગણી હવે સરકારે સ્વીકારી લીધી તેનો અમને આનંદ છે.

બે ફૂટના અંતરે કુંડાળા કરવાના રહેશે
ઉલ્લેખનીય છે કે જન્માષ્ટમી પર્વે યોજાતી શોભાયાત્રાની પરંપરા જળવાય તે માટે 200 લોકોની સંખ્યામાં મર્યાદિત રૂટ ઉપર યાત્રાની છૂટ અપાશે પરંતુ મટકી ફોડ કાર્યક્રમ કે લોકમેળા યોજી શકાશે નહીં. આ ઉપરાંત જન્માષ્ટમીએ મંદિરમાં 200 જેટલાં લોકોને દર્શન-પૂજા-આરતી વગેરે માટે હાજર રહેવા માટે છૂટ આપવામાં આવી છે. આ દરમિયાન પ્રસાદ વિતરણ પણ થઇ શકશે. જોકે આયોજકો અને દર્શનાર્થીઓએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. આ માટે સૌએ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે તથા દર્શન માટે મંદિરો અને પંડાલોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ઊભાં રહેવાં બે ફૂટના અંતરે કુંડાળા કરવાના રહેશે.

સરકાર દ્વારા જન્માષ્ટમી માટેની ગાઈડલાઈન જાહેર

  • 30 ઓગસ્ટે 1 દિવસ પૂરતો રાત્રિ કર્ફ્યૂ રાત્રે 1 વાગ્યાથી અમલી બનશે.
  • મંદિર પરિસરમાં એક સમયે એક સાથે વધુમાં વધુ 200 લોકોને દર્શનની છૂટ. ત્યારપછી બીજા લોકોને જવા દેવામાં આવશે.
  • કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઈડલાઈનનું પાલન ફરજિયાત.
  • ગોળ કુંડાળા-સર્કલ કરી તેમાં ઊભા રહી દર્શન કરવાના રહેશે.
  • રાજ્યમાં જન્માષ્ટમી નિમિત્તે યોજાતી શોભાયાત્રા 200 લોકોની સંખ્યામાં મર્યાદિત રૂટ પર કાઢી શકાશે.
  • જન્માષ્ટમી નિમિત્તે મટકીફોડ ઉત્સવને પરવાનગી અપાશે નહીં.
  • મંદિર પરિસરમાં ફરજિયાત માસ્ક પહેરવાનો રહેશે.