સુવિધા:90 મીટરનો DP રોડ બન્યા બાદ જામનગર રોડથી અમદાવાદ હાઇવે પર નીકળી શકાશે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મનહરપુર-રોણકીની 291, માલિયાસણ-સોખડાની 363 હેક્ટર જમીન પર બનશે ટી.પી.
  • ભાવનગર હાઇવેથી અમદાવાદ રોડ અને બ્રિજ માટે 44.43 કરોડનો ખર્ચ મંજૂર

રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ (રૂડા)ની બોર્ડ બેઠક શુક્રવારે મળી હતી. જેમાં જુદા જુદા વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે. જેમાં 21.24 કરોડ રૂપિયાના ખર્ચે એઇમ્સ હોસ્પિટલને જોડતા ચાર માર્ગીય અને છ માર્ગીય રોડ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. જેના પગલે ભવિષ્યમાં જામનગર રોડથી સીધુ અમદાવાદ હાઇવે પર નીકળી શકાશે. માધાપર ચોકડી સુધી જવું નહીં પડે જેથી શહેરનો ટ્રાફિક પ્રશ્ન પણ હળવો થશે. આ ઉપરાંત રૂડાએ બે ટી.પી.સ્કીમ બનાવવાની પણ જાહેરાત કરી છે.

રૂડાના સીઇઓ ચેતન ગણાત્રાએ જણાવ્યું હતું કે શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તારમાં આકાર લઇ રહેલા સ્માર્ટ સિટી, એઇમ્સ હોસ્પિટલ તથા ઇન્ટરનેશનલ એરપોર્ટને સાંકળવા માટે તેમજ સીટીમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે રૂડાએ ઘંટેશ્વર જંક્શનથી મોરબી રોડ સુધીના 90 મીટર ડીપી રસ્તાને છ માર્ગીય અને 30 મીટર રસ્તાને ચાર માર્ગીય કરવા માટે 22.24 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ રોડ પર રેલવે બ્રિજ બન્યા બાદ જામનગર રોડથી સીધુ મોરબી રોડ થઇ અમદાવાદ હાઇવે પર પહોંચી શકાશે.

આ ઉપરાંત રિંગરોડ-2 ફેઝ 4માં ભાવનગર હાઇવે કાલીપાટ ગામથી અમદાવાદ હાઇવે માલિયાસણ સુધીના રોડ અને બે બ્રિજ માટે 44.43 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. માલિયાસણ-સોખડા સર્વે નંબરની જમીમાં 363 હેક્ટર અને મનહરપુર-રોણકીની 291 હેક્ટર જમીનપર ટી.પી. સ્કીમ બનાવાવ ઇરાદો જાહેર કરવામાં આવ્યો છે. રૂડાએ બજેટએ નાણાકીય વર્ષ 2020-21નું સુધારેલું અંદાજપત્ર 613 કરોડમાંથી 248 કરોડ રૂપિયા કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...