તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:પતિ સાથે ઝઘડાનું માઠું લાગી જતાં પરિણીતાએ ફાંસો ખાધો

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

માધાપર ચોકડી પાસેના શેઠનગર પાસે આવેલી નંદનવન સોસાયટીમાં અશ્વિનિબેન વિશાલ વાઘ નામની પરિણીતાએ પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. 108ને જાણ કરતા ટીમની તપાસમાં પરિણીતાનું મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું અને ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પીએસઆઇ એચ.જે.બરવાડિયા સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો.

પોલીસ તપાસમાં મૃતક મૂળ મહારાષ્ટ્રના છે. તેના લગ્ન ત્રણ વર્ષ પૂર્વે રાજકોટમાં ખાનગી પેઢીમાં નોકરી કરતા વિશાલ સાથે થયા હતા. દરમિયાન કોઇ મુદ્દે પતિ સાથે ચડભડ થતાં લાગી આવતા પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...