મેઘરાજાની પધારણી:લાંબા વિરામ બાદ જેતપુરમાં બપોર બાદ ધીમીધારે વરસાદ, રસ્તા પાણી પાણી, કપાસ, મગફળી સહિતના પાકને નવું જીવનદાન મળશે

જેતપુર2 મહિનો પહેલા
જેતપુરના ગ્રામ્ય પંથકમાં ધીમીધારે વરસાદ.
  • વરસાદથી અસહ્ય બફારા વચ્ચે લોકોને ગરમીમાંથી રાહત મળી

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરંતુ બપોર બાદ જેતપુરમાં વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો. જેતપુરમાં બપોર બાદ ધીમીધારે વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસતા કપાસ, મગફળી, મગ, મકાઇ, અડદ, એરંડા સહિતના પાકને નવું જીવનદાન મળ્યું છે.

વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
જેતપુરમાં સવારથી જ વાદળછાંયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે બપોર બાદ જેતપુર અને આસપાસના વિસ્તારમાં લાંબા સમય સુધી વિરામ બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ધોધમાર વરસાદની આશા બંધાણી છે. વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી અને લોકોને અસહ્ય ઉકળાટમાંથી રાહત મળી છે.

જેતપુર શહેરમાં ધીમીધારે વરસાદ.
જેતપુર શહેરમાં ધીમીધારે વરસાદ.

મેઘરાજાની ચાતક નજરે રાહ જોતા ખેડૂતો
છેલ્લા એક મહિનાથી વધુ સમય પછી પણ મેઘરાજાએ ડોક્યુ ન કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલ કપાસ, મગફળી સહિતનો પાક સૂકાવા લાગ્યો છે. તેમજ રાજકોટ જિલ્લાનાં તમામ ડેમો ખાલીખમ્મ થવાની આરે છે. આથી પીવાના પાણી માટે જથ્થો સંગ્રહી રાખવામાં આવ્યો છે. આથી સિંચાઇનું પાણી મળી શકે તેમ નથી.

રસ્તા પાણી પાણી બન્યા.
રસ્તા પાણી પાણી બન્યા.
અન્ય સમાચારો પણ છે...