નશામાં ધુત યુવતીનો હંગામો:રાજકોટના યુનિવર્સિટી રોડ પર ન્યુ ડે સ્પામાં દારૂની મહેફિલમાં બોલાચાલી બાદ મારામારી, યુવતીએ સિવિલમાં ધમાલ મચાવી

રાજકોટ5 મહિનો પહેલા
આરોપી યુવતીને લઈ જતી પોલીસની તસવીર
  • 3 યુવતી સહિત 4 સામે પ્રોહીબિસન હેઠળ ગુનો નોંધવા તજવીજ શરૂ

રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા ન્યુ ડે સ્પામાં આજે સાંજના સમયે કેટલાક યુવક યુવતીઓ દારુની મહેફિલ માણી રહ્યા હતા. જે બાદ બોલાચાલી થતા અંદરોઅંદર મારામારીની ઘટના સામે આવી છે. જેમાં કાચની બોટલ વડે એકબીજા પર હુમલો કરવામાં આવતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

હંગામો કરતા યુવતીને બાંધી દેવામાં આવી હતી
હંગામો કરતા યુવતીને બાંધી દેવામાં આવી હતી

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી જલારામ સોસાયટીમાં ન્યુ ડે સ્પામાં કામ કરતા કેટલાઇ યુવક યુવતીઓ દારુની મહેફિલ માણતા હતા. આ મહેફિલ દરમિયાન કોઇ બાબતે એકબીજા સાથે અંદરોઅંદર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ એકબીજા પર કાચની બોટલ વડે સામસામે હુમલો કર્યો હતો. આ ઘટનાની ગાંધીગ્રામ પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં દારુની મહેફિલ દરમિયાન મારામારી થયા હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને બાકીના અન્ય લોકોને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા.

નશામાં ધુત યુવતીએ ધમાલ મચાવી
નશામાં ધુત યુવતીએ ધમાલ મચાવી

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એ.વાળા જણાવ્યા મુજબ, સ્પામાં દારુની મહેફિલ કરી બોલાચાલી થતા અંદરોઅંદર મારામારી કર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને 3 યુવતી સહિત કુલ 4 લોકો સ્થળ પરથી નશાની હાલતમાં મળી આવતા તેમની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેનીય છે કે, સ્પામાં કામ કરતી યુવતી દ્વારા દારુના નશામાં સિવિલ હોસ્પિટલમાં પણ હંગામો મચાવવામાં આવ્યો હતો અને ઇમરાન સહિત અજાણ્યા શખ્સો માર મારી નાસી છૂટ્યાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે ઇમરાન કોણ છે અને ખરેખર તેને મારકુટ કરી છે કે કેમ તે અંગે પોલીસ તપાસ શરૂ કરી છે.

સિવિલ હોસ્પિટલમાં યુવતીએ હંગામો મચાવ્યો
સિવિલ હોસ્પિટલમાં યુવતીએ હંગામો મચાવ્યો
અન્ય સમાચારો પણ છે...