બળદનો જીવ બચ્યો:રાજકોટના આસલપુરમાં 6 મહિનાથી કેન્સરગ્રસ્ત બળદનું સફળ ઓપરેશન, 2 કલાકની મહેનત બાદ પશુ ડોક્ટરોએ કેન્સરની ગાંઠ સાથે એક શિંગડુ અલગ કર્યું

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પશુ ડોક્ટરોને દોઢથી બે કલાક ઓપરેશન કરવામાં સમય લગ્યો. - Divya Bhaskar
પશુ ડોક્ટરોને દોઢથી બે કલાક ઓપરેશન કરવામાં સમય લગ્યો.
  • બળદના શિંગડાને દર 3 દિવસે ડ્રેસિંગ કરી 15 દિવસ બાદ શિંગડામાં લેવામાં આવેલા ટાંકા ખોલવામાં આવશે

પશુઓની સ્થળ પર જ સારવાર અર્થે કાર્યરત 1962 મોબાઈલ વાન પશુ દવાખાના સેવા દ્વારા રાજકોટ જિલ્લાના આસલપુર ખાતે એક બળદ કે જેને છેલ્લા છ મહિનાથી એક શિંગડામાં કેન્સરથી પીડા થતી હતી. જેનું ગઈકાલે સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. પશુ ડોક્ટરોએ દોઢથી બે કલાકની મહેનત બાદ કેન્સરની ગાંઠ સાથે બળદનું એક શિંગડુ અલગ કરી બળદને કેન્સરમુક્ત કર્યો હતો.

બળદના શિંગડામાં છેલ્લા છ માસથી જીવાત પડી હતી
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લાના આંસલપુર ગામ ખાતે બળદના શિંગડામાં છેલ્લા છ માસથી જીવાત પડી હતી અને લોહી વહેતું હતું. જેના કારણે બળદના માલિક દીપસંગભાઈ દ્વારા 1962નો સંપર્ક કરવામાં આવ્યો હતો. બાદમાં ડો.સંજય યાદવ, ડો.જીજ્ઞેશ ધાધલ અને પાયલોટ દેવરાજભાઇ રબારી તેમજ હિતેશભાઈ રબારી દ્વારા સ્થળ પર જ તપાસ કરી હતી અને ઓપેરશન કરીને બળદનો જીવ બચાવામાં આવ્યો હતો.

ડોક્ટરોએ પ્રથમ વખત કેન્સરગ્રસ્ત બળદનું સફળ ઓપરેશન કર્યું.
ડોક્ટરોએ પ્રથમ વખત કેન્સરગ્રસ્ત બળદનું સફળ ઓપરેશન કર્યું.

બળદના શિંગડાને દર 3 દિવસે ડ્રેસિંગ કરાશે
ડો.જીજ્ઞેશ ધાંધલે જણાવ્યું હતું કે, ડોક્ટર સંજય યાદવ અને તેમની ટીમ દ્વારા સાથે મળી બળદના શિંગડાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન અંદાજે લગભગ દોઢથી બે કલાક ચાલ્યું હતું. બે કલાકના ઓપરેશન બાદ શિંગડાની અંદરથી કેન્સરની ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. આ ગાંઠ ઇન્ફેક્શનના કારણે થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લાના આંસલપુર ખાતે ડો. જીજ્ઞેશ ધાંધલ દ્વારા પ્રથમ વખત કેન્સરગ્રસ્ત બળદના શિંગડાનું ઓપરેશન તેમના દ્વારા કરવામાં આવ્યું છે અને આ જ બળદના શિંગડાને દર 3 દિવસે ડ્રેસિંગ કરી 15 દિવસ બાદ શિંગડામાં લેવામાં આવેલા ટાંકા ખોલવામાં આવશે.