ભલામણકાંડ:6 માસ બાદ 72 કરારી પ્રોફેસરની ભરતી કરાશે, અરજી ​​​​​​​કરવાનો આજે છેલ્લો દિવસ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઈલ તસવીર - Divya Bhaskar
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઈલ તસવીર
  • અત્યાર સુધી કરારી અધ્યાપકોને એક્સટેન્શન અપાયું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત ઓક્ટોબર માસમાં કરાર આધારિત પ્રોફેસરોની ભરતી પ્રક્રિયામાં થયેલા ભલામણકાંડ બાદ સરકારે આ ભરતી રદ કરી હતી તેના છ માસ બાદ ફરી યુનિવર્સિટીના જુદા જુદા ભવનોમાં કરાર આધારિત 72 જગ્યા પર અરજી મગાવવા જાહેરાત કરી હતી અને આજે 18 મેના સાંજે 6 વાગ્યા સુધી અરજી સ્વીકારાશે. જેટલા ઉમેદવારોની અરજી આવશે તેની સ્ક્રૂટિની કરી આગળની પ્રક્રિયા હાથ ધરાશે, પરંતુ અત્યાર સુધી યુનિવર્સિટીના કરાર આધારિત પ્રોફેસરોને એક-એક મહિનાનું એક્સટેન્શન અપાયું હતું. હવે 11 માસના કરાર આધારિત ભરતી પ્રક્રિયા કરાશે.

ઓક્ટોબર માસમાં ભલામણકાંડ થયા બાદ અત્યાર સુધી કરાર આધારિત પ્રોફેસરોને એક-એક મહિનાના એક્સટેન્શન અપાયા હતા પરંતુ હવે સરકારમાંથી મંજૂરી મળ્યા બાદ 11 માસના કરાર આધારિત પ્રોફેસરોની ભરતી પ્રક્રિયા હાથ ધરી છે અને આ માટેની જાહેરાત 7 મેના પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને 18 મેને સાંજે 6 વાગ્યા સુધી ઉમેદવારો અરજી કરી શકે તે માટેનો સમય અપાયો હતો.

આજે કરાર આધારિત પ્રોફેસરની ભરતી માટે અરજી કરવાનો છેલ્લો દિવસ છે. ત્યારબાદ આવેલી અરજીમાંથી લાયકાત અને અનુભવના આધારે સ્ક્રૂટિની કરીને આગળની પ્રક્રિયા હાથ ધરાશે. જોકે યુનિવર્સિટીમાં ટીચિંગની 52 કાયમી જગ્યા ઉપર પણ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...