કોરોના રાજકોટ LIVE:શહેરમાં સતત બીજા દિવસે 1 પોઝિટિવ કેસ નોંધાયો, 2 દર્દીને ડિસ્ચાર્જ અપાતા 6 દર્દી સારવાર હેઠળ

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • રાજકોટ જિલ્લામાં વેક્સિનેશન 50 લાખને પાર

રાજકોટ શહેરમાં સોમવારે એકસાથે ચાર કેસ નોંધાયા બાદ શુક્રવારે ફરી 1 કેસ નોંધાયો હતો. ત્યારે આજે શનિવારે ફરી એક કેસ નોંધાયો છે. આજે બે દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવતા 6 દર્દી સારવાર હેઠળ છે અને કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 63702 પર પહોંચી છે.

રાજકોટ જિલ્લામાં વેક્સિનેશન 50 લાખને પાર
હાલ રાજકોટ શહેર તેમજ જિલ્લાના મળીને વેક્સિનના કુલ 53 લાખ 80 હજાર 947 ડોઝ અપાઈ ચૂક્યા છે. રાજકોટ શહેરમાં 14,13,665 પ્રથમ, 12,34,169 બીજો તેમજ 70,236 લોકોને પ્રિકોશન ડોઝ મળીને કુલ 27,18,070 ડોઝ 84 સાઈટ પરથી આપવામાં આવ્યા છે. જ્યારે જિલ્લામાં 13,39,423ને પ્રથમ, 12,66,235 ને બીજો તેમજ 57,210 લોકોને પ્રિકોશન ડોઝ સાથે કુલ 26,62,877 ડોઝ 120 સેન્ટર પરથી આપવામાં આવ્યા છે.

એક અઠવાડિયામાં ઝાડા-ઊલટીના 139 કેસ નોંધાયા
રાજકોટમાં પણ આ વર્ષે ઉનાળાનો આકરો તાપ પડે છે. બપોરે તો કાળઝાળ ગરમીમાં લોકો શેકાય રહ્યા છે ત્યારે છેલ્લા અઠવાડિયામાં ફરી સિઝનલ રોગચાળાના દર્દી વધ્યા હતા. જેમાં એક સપ્તાહમાં મનપાના ચોપડે ઝાડા–ઊલટીના 139 અને શરદી-ઉધરસના 210 દર્દીઓ નોંધાયા હતા. જ્યારે સામાન્ય તાવના કેસ 84 કેસ દાખલ થયા હતા. આ ઉપરાંત ચાલુ વર્ષમાં ડેન્ગ્યુના 8, મેલેરિયાના 4 અને ચિકનગુનિયાના 4 કેસ નોંધાયો છે.