• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • After 3 Days The Weather Is Clear, Now It Will Be Cold After Two Days Of Heat, The Minimum Temperature In Rajkot Reached 21 Degrees

વાતાવરણ:3 દિવસ બાદ વાતાવરણ સ્વચ્છ, હવે બે દિવસ ગરમી પછી ઠંડી પડશે, રાજકોટમાં લઘુતમ તાપમાન 21 ડિગ્રીએ પહોંચ્યું

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં બુધ, ગુરુ, શુક્રવાર એમ ત્રણ દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ અને માવઠાનો માહોલ રહ્યો. શનિવારે આકાશમાંથી વાદળો દૂર થતા વાતાવરણ સ્વચ્છ બન્યું હતું. જ્યારે લઘુતમ તાપમાનનો પારો 21 ડિગ્રીએ પહોંચતા ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું. બપોરના સમયે સામાન્ય દિવસો કરતા પવનની ઝડપ વધી અને 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. ત્રણ દિવસ સુધી હવામાં ભેજનું પ્રમાણ વધુ રહેવાથી અને વાદળો વધુ રહેવાથી સૂર્યદેવના દર્શન દુર્લભ બન્યા હતા. લઘુતમ તાપમાન 18-19 ડિગ્રી ઉપર હતું પરંતુ ઠંડા પવનો અને વાદળછાયુ વાતાવરણ રહેવાને કારણે આખો દિવસભર ઠંડું વાતાવરણ રહેતું હતું.

ઠંડા પવનોથી બચવા લોકોએ ગરમ વસ્ત્રનો સહારો લીધો હતો. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હવે ધીમે- ધીમે ઠંડી વધતી જશે. જોકે દિવાળી પહેલા વહેલી સવારે અને રાત્રિના સમયે જ ઠંડા પવનો ફૂંકાતા હતા અને ઠંડીનો ચમકારો જોવા મળતો હતો. જોકે હવે ધીમે- ધીમે ઠંડી ક્રમશ વધતી જશે. જોકે શનિવારે પણ આકાશમાં વાદળો છવાયેલા રહ્યા હતા. આમ છતાં દિવસભર તડકો રહ્યો હતો. લઘુતમ તાપમાન 21.2 ડિગ્રી અને ભેજનું પ્રમાણ 86 ટકા હતું. આ સમયે પવન 8 કિલોમીટરની ઝડપે ફૂંકાયો હતો.જોકે આ સમયે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પણ પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...