માનસિક-શારીરિક ત્રાસ:રાજકોટમાં લગ્નના 15 વર્ષ બાદ ‘તારે અન્ય પુરુષ સાથે સંબંધ છે’તેમ કહી પતિએ પત્નીને ત્રાસ આપ્યો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મૂળ જામનગરની 3 સંતાનની માતાએ પતિ સામે માનસિક-શારીરિક ત્રાસની નોંધાવી ફરિયાદ

શહેરના ગંજીવાડા-48માં રહેતી મીના નામની પરિણીતાએ પતિ રાજુ ઉર્ફે રાજેશ કેસુભાઇ ચાવડા સામે શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. મૂળ જામનગરની પરિણીતાની ફરિયાદ મુજબ, તેના લગ્ન 15 વર્ષ પહેલા રાજુ ઉર્ફે રાજેશ સાથે થયા છે. લગ્નજીવન દરમિયાન ત્રણ સંતાન છે. લગ્નના ત્રણ વર્ષ બાદ પતિએ પોતાના પર ખોટી શંકાઓ કરી હેરાન કરવાનું શરૂ કર્યું હતું.

દારૂ પીને અવારનવાર હેરાન કરતા હોવાથી મહિલા પોલીસ મથકમાં અરજી આપી હતી, પરંતુ વકીલની સમજાવટથી પોતે ફરિયાદ કરી ન હતી. એક વર્ષ માવતરને ત્યાં રિસામણે રહી હતી, પરંતુ એક મહિના પહેલા પુત્રે ઘરે આવી જવાનું કહેતા પોતે સૌથી નાની દીકરીને લઇ પરત સાસરે આવી ગઇ હતી.

દરમિયાન આજે બપોરે પતિ રાજુ ઉર્ફે રાજેશ કડિયાકામની મજૂરી કરી ઘરે આવ્યા હતા અને આજે જમવાનું શું બનાવ્યું છે. જેથી કારેલાનું શાક બનાવ્યાનું કહેતા પતિ ઉશ્કેરાય જઇ ત્યાં પડેલા તમામ વાસણોને ફેંકી દઇ ઊંધા નાંખી દીધા હતા. અને સંતાનોને ગાળો ભાંડી હતી. પોતે નાના સસરા-સાસુ સાથે રહેતા હોય તેઓ પતિને સમજાવવા આવ્યા હતા. તો તેમની સાથે પણ માથાકૂટ કરી હતી.

બાદમાં પતિએ તું જોઇતી નથી, તને સારી રીતે રાંધતા આવડતું નથી, તારે અન્ય પુરુષ સાથે સંબંધો છે તેવું કહી ઝઘડો કર્યો હતો. જેથી પોલીસને ફોન કરી દેતા પતિ ભાગી ગયા હતા. બાદમાં પતિ સામે માનસિક-શારીરિક ત્રાસ આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે અન્ય એક બનાવમાં જામનગર રોડ, અમરનાથપાર્કમાં રહેતા સિંચાઇ વિભાગના નિવૃત્ત કર્મચારી રમેશભાઇ દેવશીભાઇ મકવાણાના ઘરે બપોરે એક શખ્સ આશ્રમનો ફાળો લેવા આવવાનું બહાનું બતાવી ચાર્જમાં રાખેલો મોબાઇલ ચોરી ગયાની પ્રદ્યુમ્નનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસે મોબાઇલ ચોરને સકંજામાં લેવા તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત માંડાડુંગર પાસે રહેતા અલ્પેશ અરવિંદ ત્રાપસિયા નામના યુવાનને મહિકા ગામના પાટિયા પાસેથી વિદેશી દારૂની બે લિટરની ત્રણ બોટલ સાથે પોલીસે પકડી પાડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...