મબલક આવક:રાજકોટ યાર્ડમાં 11 દિવસ બાદ મગફળીની આવકની છૂટ આપતા વાહનોની લાંબી લાઇન લાગી, આજે રાત્રે 9થી 12 વાગ્યા સુધી યાર્ડમાં એન્ટ્રી અપાશે

રાજકોટએક મહિનો પહેલા
રાજકોટ માર્કેટ યાર્ડ બહાર મગફળી ભરેલા વાહનોની લાંબી લાઇન.
  • એક મણ મગફળીનો ભાવ 1000થી 1150 રૂપિયા ખેડૂતોને મળી રહ્યો છે

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હજુ પણ ખરીફ પાકની સીઝન ચાલતી હોય તેમ યાર્ડમાં મગફળીની મબલક આવક જોવા મળી રહી છે. રાજકોટ બેડી માર્કેટ યાર્ડ બહાર આજે ફરી વાહનોની લાંબી લાઇન જોવા મળી હતી. 11 દિવસ બાદ આજે મગફળીની આવકની જાહેરાત કર્યા બાદ ખેડૂતો મોટી સંખ્યામાં મગફળી લઇ માર્કેટ યાર્ડ ખાતે પહોંચ્યા છે, જેને આજે રાત્રે 9થી 12 વાગ્યા સમય દરમિયાન પ્રવેશ આપવામાં આવશે.

આજે રાત્રે 9થી 12 વાગ્યે વાહનોને યાર્ડમાં એન્ટ્રી અપાશે
રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે 11 દિવસ પૂર્વે સવા લાખ ગુણી મગફળીની રેકોર્ડબ્રેક આવક થઈ હતી અને નવનિયુક્ત ચેરમેન જયેશ બોઘરાએ મગફળી ભરેલા વાહનોને ચાંદલા, શ્રીફળ વધેરી યાર્ડમાં એન્ટ્રી અપાવી હતી. બાદમાં આજે ફરી માર્કેટ યાર્ડમાં મગફળી ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવતા મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી લઇ યાર્ડ પહોંચતા માર્કેટિંગ યાર્ડની બહાર દૂર દૂર સુધી વાહનોની લાંબી લાઇન જોવા મળી રહી છે. આજે રાત્રિના 9થી 12 વાગ્યા સુધી વાહનોને પ્રવેશ આપી આવતીકાલે સવારે રાબેતા મુજબ બજાર ખુલતા મગફળીની હરાજી કરવામાં આવશે.

11 દિવસ બાદ યાર્ડ બહાર મગફળી ભરેલા વાહનોની લાંબી લાઇન લાગી.
11 દિવસ બાદ યાર્ડ બહાર મગફળી ભરેલા વાહનોની લાંબી લાઇન લાગી.

યાર્ડમાં ખેડૂતોને એક મણ મગફળીના 1000થી 1150 ભાવ મળી રહ્યા છે
રાજ્ય સરકાર દ્વારા 1100 રૂપિયાના ભાવથી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવી રહી છે. આમ છતાં પણ મોટાભાગે ખેડૂતો ઓપન માર્કેટમાં મગફળી વેચવા આવી રહ્યા છે. ઓપન બજારમાં આવતી મગફળીમાં ખેડૂતોને રૂપિયા 1000થી 1150 જેટલા ભાવ મળી રહે છે અને તત્કાલ રૂપિયા મળતા રવિ પાકના વાવેતરમાં રૂપિયા ઉપયોગી થાય માટે ખેડૂતો ઓપન બજારમાં મગફળી વેચવાનું પસંદ કરી રહ્યા છે.

મગફળી ભરેલા વાહનોને રાત્રે 9થી 12 વાગ્યા સુધી એન્ટ્રી આપવામાં આવશે.
મગફળી ભરેલા વાહનોને રાત્રે 9થી 12 વાગ્યા સુધી એન્ટ્રી આપવામાં આવશે.

11 દિવસ પહેલા રાજકોટ યાર્ડમાં મબલક આવક થઇ હતી
ઉલ્લેખનીય છે કે 11 દિવસ પૂર્વે રાજકોટ યાર્ડમાં મગફળીની મબલક આવક થઈ હતી. આ સમયે પણ વાહનોની લાંબી લાઇનો યાર્ડની બહાર જોવા મળી હતી. ત્યારે યાર્ડના ચેરમેન જયેશ બોઘરા દ્વારા 10 જેટલા વાહનો અધ્ધવચ્ચેથી ઘૂસતા તે તમામને 10 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તથા આ વાહનોની મગફળી 10 દિવસ પછી માર્કેટયાર્ડમાં ઉતરવા દેવા નિર્ણય કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...