તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ITનું સર્ચ-ઓપરેશન:1 વર્ષની વોચ બાદ રાજકોટના RK ગ્રુપ સહિત 40 સ્થળે ITની રેડ, મિલકતની ખરીદી-વેચાણ રોકડમાં થતી હતી; 4 કરોડ મળ્યા

રાજકોટએક મહિનો પહેલા
RK ગ્રુપની મુખ્ય ઓફિસ પર તપાસનો ધમધમાટ શરૂ
  • સર્ચ-ઓપરેશન ત્રણ દિવસ ચાલશે, આર.કે. ગ્રુપની ફાઇનાન્સ પેઢીના કાચી ચિઠ્ઠીના કરોડો રૂપિયાના વ્યવહારો પકડાયા
  • 5થી વધુ બેન્ક લોકર સીઝ, ટ્રાન્ઝેક્શનનો ટેક્સ નહિ ભરીને ટેક્સચોરી કરતા હતા

રાજકોટમાં મંગળવારે સવારે 6.00 કલાકે આર.કે. ગ્રુપ, ટ્રીનટ્રી ગ્રુપના પ્રફુલભાઈ ગંગદેવ સહિત કુલ ચાલીસથી વધુ સ્થળે સર્ચ અને સરવે-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સવારે 6.00 કલાકે શરૂ થયેલી આ તપાસ હજુ બીજા બે દિવસ ચાલશે. મંગળવારે મોડી રાત સુધીની તપાસમાં એવું બહાર આવ્યું છે કે આર.કે. ગ્રુપ સાથે જે કોઈ મિલકતની ખરીદી-વેચાણ કરતા હતા એમાં કેશ ઓન ટ્રાન્ઝેક્શન થતા હતા એટલે કે દસ્તાવેજ પરની રકમ કેશમાં જ ચૂકવાતી હતી.

રાજકોટમાં દોઢ-બે વર્ષ બાદ આ પ્રથમ મેગા ઓપરેશન છે.
રાજકોટમાં દોઢ-બે વર્ષ બાદ આ પ્રથમ મેગા ઓપરેશન છે.

આર.કે. ગ્રુપના રેસિડેન્ટ, કોમર્શિયલ, ઔદ્યોગિક પ્રોજેક્ટમાં રાજકોટના મોટા ગજાના ઉદ્યોગપતિ, ડોક્ટર અને સોની વેપારીઓએ રોકાણ કર્યું છે. છેલ્લા એક વર્ષથી આર.કે. ગ્રુપના તમામ વ્યવહારો પર આવકવેરાની નજર હતી. આર.કે. ગ્રુપની ફાઇનાન્સ પેઢીના કાચી ચિઠ્ઠીના કરોડો રૂપિયાના વ્યવહારો પકડાયા છે. આર.કે. ગ્રુપ કેશ પર થતા ટ્રાન્ઝેક્શનનો ટેક્સ નહિ ભરીને ટેક્સચોરી કરતા હતા. ટેક્સચોરી છુપાવવા અને પોતાન મોબાઈલમાં રહેલા વ્યવહારો બહાર ન આવે એ માટે બિલ્ડર્સ, ફાઇનાન્સર્સે પોતાના મોબાઈલ બદલી નાખ્યા હતા, મેસેજ ડિલિટ કરી નાખ્યા હતા, પરંતુ ઈન્કમટેક્સની ટીમે આ બધા મોબાઈલ અને વ્યવહારોનો ડેટા શોધી કાઢ્યો હતો અને ભાગીદારોને વ્હોટ્સએપમાં મેસેજ કરીને તેની પાસે વ્યવહારો મગાવતાં સમગ્ર છુપાયેલા વ્યવહારો સામે આવ્યા હતા.

છ વાગ્યામાં જ દરોડા શરૂ થતાં વાત વાયુવેગે પ્રસરવા લાગી.
છ વાગ્યામાં જ દરોડા શરૂ થતાં વાત વાયુવેગે પ્રસરવા લાગી.

અધિકારીઓને સોમવારે સાંજે 6 વાગ્યે બોલાવી લીધા હતા
રાજકોટમાં જે સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એ અત્યંત ગુપ્ત રાખવામાં આવ્યું હતું. સોમવારે સાંજે 6.00 કલાકે આખા રાજ્યમાંથી અધિકારીઓને બોલાવી લેવામાં આવ્યા હતા. અધિકારીઓનો રિપોર્ટિંગ ટાઇમ સાંજના 6.00થી 10 વચ્ચેનો હતો. સમગ્ર અધિકારીઓ આવ્યા બાદ અમદાવાદથી ટીમ રવાના થઈ હતી. રાત્રે 10.00 કલાકે આ ટીમ એક રિસોર્ટમાં ઉતારી હતી. રાત્રીના 2.00 કલાક સુધી ટીમને ત્યાં જ રોકી રાખવામાં આવી હતી. 2.00 કલાકે ત્યાંથી ટેમ્પો અને ટાવેરામાં રાજકોટ માટે રવાના કર્યા હતા. ત્યાંથી આવતી ટીમના 15 લોકોને મંગળવારે સુરેન્દ્રનગરમાં અકસ્માત નડ્યો હતો. 12.00 લોકો ઘાયલ થયા હતા. જે ઘાયલ થયા તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી, બાકીની ટીમને રાજકોટ રવાના કરી હતી. અધિકારીઓની ટીમ ટેમ્પો અને ટાવેરામાં બેસીને આવી હતી.

બિલ્ડરો દ્વારા બેંક ખાતાંનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું માલૂમ પડયું.
બિલ્ડરો દ્વારા બેંક ખાતાંનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું માલૂમ પડયું.

તપાસમાં 300થી વધુ અધિકારીઓ હોવા છતાં સંખ્યા ઘટી
રાજકોટમાં આર.કે. ગ્રુપની સાઈટ, પ્રોજેક્ટ, રહેણાક વિસ્તારો, તેના ભાગીદારોના રહેણાક અને ઓફિસના સ્થળે વગેરે સહિત કુલ 40થી વધુ સ્થળે તપાસ કરવામાં આવી હતી. આ સ્થળ પર તપાસ કરવા માટે 300 અધિકારી હતા. આમ છતાં તે ઓછા પડ્યા હતા. ઓપરેશન શરૂ થયાના 8.00 કલાક બાદ એટલે બપોરે 2.00 કલાકે નવા અધિકારીઓને બોલાવવા પડ્યા હતા.

આર.કે. ગ્રુપના ભાગીદાર અને તેની સાથે વ્યવહાર કરનારને ત્યાં તપાસ
આર.કે. ગ્રુપના સર્વાનંદભાઈ, જયેશભાઈ સોનવાણી, કમલભાઈ, બ્રિજલાલભાઈના રહેણાક અને ઓફિસ, કોન્ટ્રેક્ટર રમેશભાઈ પાંચાણી- ઓફિસ અને બંગલામાં, આર.કે. ગ્રુપના બે કર્મચારીના ઘરે, જાગનાથ માર્બલવાળાનાં બે સ્થળે, આશિષ ટાંકના ઘર અને રાજનગરમાં આવેલી ઓફિસ, જાગનાથ માર્બલવાળા માલિક અને તેના ભાગીદાર કિંજલ ફળદુના ઘરે, સીમરન ઈલેક્ટ્રોનિક- સેન્ડીવાળા તરીકે ઓળખાતા હરિસિંહ સુચારિયાના બંગલા ખાતે, ટ્રીનટ્રી ગ્રુપના માલિક પ્રફુલભાઈ ગંગદેવ અને મોડી સાંજે અનંત ગ્રુપ, વિક્રમ લાલવાણીને ત્યાં તપાસ કરવામાં આવી હતી.

ટોકન સિસ્ટમથી લેતી-દેતી થાય છે, જેણે વ્યવહારો કર્યા એ સગેવગે કરવા લાગ્યા
બિલ્ડર લોબીમાં ચર્ચાતી વિગત મુજબ જેને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે તે પૈકી એક પેઢી મારફત રાજકોટના 20 બિલ્ડરની રોકડની લેતી-દેતી ટોકન સિસ્ટમથી દૈનિક ચાલે છે. એક ઓફિસમાં રોજની રૂ.20 કરોડથી વધુ રકમ પડેલી હોય છે અને ત્યાં જે કોઇ વ્યક્તિ કાચી ચિઠ્ઠીમાં જે રકમ લખીને આવે તે રકમ તેને રોકડમાં ચૂકવી દેવાઈ છે. દરોડા પડતાં જેમણે આ પેઢી સાથે રોકડમાં વ્યવહારો કર્યા છે તેમણે પોતાના વ્યવહારો સગેવગે કરી નાખ્યા હતા. હાલ આ વ્યવહારોની ચકાસણી ઈન્કમટેક્સે કરી છે. આયકરની તપાસમાં આગામી દિવસોમાં વધુ બિનહિસાબી વ્યવહાર મળવાની સંભાવના છે.