તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:અફઘાની ડ્રાયફ્રૂટની આવક શરૂ થતા કિલોએ રૂ.20થી 100 ઘટ્યા, જન્માષ્ટમીમાં રૂ.50 લાખનો સુકોમેવો વેચાયો

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 દિવસથી આવક શરૂ થઈ પરંતુ જરૂરિયાત કરતા હજુ 30 ટકા ઓછી, માંગ પણ ઘટી

અફઘાનમાં તાલિબાની શાસનને કારણે તેની અસર ડ્રાયફ્રૂટના વેપાર પર પડી હતી. જે વાહનમાં માલ આવે તે વાહન રસ્તામાં ફસાઈ જતા રાજકોટમાં તે સમયસર પહોંચી નહોતા શકયા. જેને કારણે રક્ષાબંધન પૂર્વે ડ્રાયફ્રૂટના ભાવમાં કિલોએ રૂ.90 થી લઇને 350 સુધીનો ભાવવધારો થયો હતો, પરંતુ હવે ત્યાંથી ડ્રાયફ્રૂટની આવક ધીમે- ધીમે શરૂ થવા લાગી છે.જેને કારણે જન્માષ્ટમી બાદ ભાવમાં ઘટાડો આવ્યો છે. છેલ્લા 10 દિવસમાં જોઈએ તો રાજકોટમાં ડ્રાયફ્રૂટના ભાવમાં કિલોએ રૂ.20થી લઇને રૂ.100 સુધીનો ભાવ ઘટાડો આવ્યો છે. એકલા માત્ર રાજકોટની વાત કરીએ તો જન્માષ્ટમી પર્વમાં રૂ.50 લાખના ડ્રાયફ્રૂટ ખવાઈ ગયા છે. જેમાં કાજુ, બદામ, કિસમિસ અને અંજીરનો સમાવેશ થાય છે. હવે ધીમે- ધીમે હોટેલ- રેસ્ટોરન્ટ ખૂલી રહી છે એટલે તેમના તરફથી ડિમાન્ડ વધી છે. જોકે હાલ જે આવક થઇ રહી છે તે જરૂરિયાતના 30 ટકા ઓછી છે. જન્માષ્ટમીના તહેવાર બાદ સામે લોકો તરફથી થતી ખરીદી ઘટી ગઈ છે. તેમ વેપારી હસમુખભાઈ શિમાણી જણાવે છે.વધુમાં તેના જણાવ્યાનુસાર સૌરાષ્ટ્રમાં દર વર્ષે 500 ટન અફઘાન ડ્રાયફ્રૂટનું વેચાણ થાય છે. જેમાં રિટેઈલર વેપાર 150 ટનનો અને 350 ટન એ હોલસેલનો વેપાર છે.

દર વખત કરતા જન્માષ્ટમીમાં ખરીદી ઓછી રહી
દર વખત કરતા આ વર્ષે જન્માષ્ટમીમાં ખરીદી 50 ટકા ઓછી રહી છે. જે લોકો દર વર્ષે એક કિલો ખરીદી કરતા હતા તેમને આ વર્ષે 500 ગ્રામ ખરીદી કરીને ચલાવ્યું છે. ખરીદી ઓછી રહી એમનું કારણ એ છે કે, રક્ષાબંધન પૂર્વે થયેલો ભાવવધારો, તેમજ કોરોનાને કારણે આવક ઓછી થતા લોકો તરફથી ખરીદી ઓછી થઈ રહી છે.તેમ વેપારીઓ જણાવી રહ્યા છે.

ઓગસ્ટ અને હાલનો ભાવ

ડ્રાયફ્રૂટગત માસનો ભાવહાલનો ભાવ (પ્રતિકિલો)
કાજુ800-1100700-1000
બદામ980-1100880-1000
કાળીદ્રાક્ષ260-420240-400
અંજીર650-900550-850
અન્ય સમાચારો પણ છે...