તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:રાજકોટમાં ફિઝિકલ કોર્ટ શરૂ કરવાની માગ સાથે એડવોકેટ વેલ્ફેર કમિટીના ચેરમેને ચીફ જસ્ટીસને પત્ર લખ્યો, કહ્યું- જુનિયર વકીલોને કામ મળવું મુશ્કેલ બન્યું

રાજકોટ8 મહિનો પહેલા
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપ પટેલ. - Divya Bhaskar
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપ પટેલ.
  • રાજ્યમાં 85 હજાર જેટલા વકીલોમાંથી 10 ટકા જ સિનિયર, જુનિયરો અન્ય વ્યવસાય તરફ વળ્યાં

કોરોનાકાળમાં રાજકોટ સહિત રાજ્યની તમામ કોર્ટમાં ફિઝિકલ કોર્ટ બંધ છે ત્યારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર અને એડવોકેટ વેલ્ફેર કમિટીના ચેરમેન દિલીપ પટેલે ફિઝિકલ કોર્ટ શરૂ કરવાની માગ સાથે ચીફ જસ્ટીસને પત્ર લખ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે, હાલ ફિઝિકલ કોર્ટ બંધ હોવાને કારણે જુનિયર વકીલોને કામ મળવું મુશ્કેલ બન્યું છે.

જુનિયર વકીલોને બીજા વ્યવસાય તરફ વળવું પડ્યું છે
પત્રમાં લખ્યું છે કે ,હાલમાં કોરોનાની વેક્સિન આવી ગઇ છે. ત્યારે હવે જજ અને કોર્ટના સ્ટાફે કોરોનાનો ડર કાઢવો જોઇએ. દિલીપ પટેલે દાવો કર્યો છે કોર્ટ બંધ રહેવાથી અનેક જુનિયર વકીલોની સ્થિતિ કફોડી થઇ છે. રાજ્યમાં 85 હજાર જેટલા વકીલો છે જેમાંથી માત્ર 10 ટકા વકીલો જ સિનિયર છે. બાકીના જુનિયર વકીલોને કામ મળવું મુશ્કેલ બન્યું છે. જેના કારણે જુનિયર વકીલોને બીજા વ્યવસાય તરફ વળવું પડ્યું છે. ત્યારે વકીલોએ ફિઝિકલ કોર્ટ શરૂ કરવાની માગ કરી છે.

ગુજરાતની જે કોર્ટ બંધ રાખવામાં આવી છે તે તાત્કાલિક શરૂ કરો
પત્રમાં વધુ લખ્યું છે કે, દેશમાં દરેક લોકો કોરોનાના ભય વગર કોરોના વેક્સિન લઇ રહ્યા છે. ભારતના તમામ સાંસદો અને ગુજરાતના મુખ્યમંત્રી સહિત તમામ મંત્રી અને ધારાસભ્યો પણ મહામારી સામે લડવા વેક્સિન લેવાની જાહેરાત કરી ચૂક્યા છે. કોરોના મહામારીનો ડર કાઢવા હવે ન્યાયાધીશો સિવિલ હોસ્પિટલમાં વેક્સિન લેવા જતા ડરતા હોય તો ડોક્ટરોને બોલાવી વેક્સિન લેવી જોઇએ. કોરોના મહામારીના ડર વચ્ચે ગુજરાતની જે કોર્ટ બંધ રાખવામાં આવી છે તે તાત્કાલિક શરૂ કરવી જોઇએ.