આપઘાત:મિત્રોએ રૂપિયા પરત ન કરતા પ્રૌઢનો આપઘાત

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના નાનામવા રોડ, દેવનગર-1માં ત્રણ દિવસ પહેલા રતિલાલભાઇ પાલાભાઇ રાઠોડ નામના પ્રૌઢે ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી હતી. બનાવ બાદ મૃતકના પરિવારજનોએ પિતાએ મચ્છુનગરમાં રહેતા પ્રવીણ વાલજી રાઠોડ અને કુંભારિયા મેઘપર ગામના ભીખા હિરા નામના મિત્રોને આપેલા ઉછીના રૂપિયા પરત નહિ કરતા પગલું ભર્યાનો આક્ષેપ કર્યો હતો. પોલીસે મૃતકના પુત્ર જયદીપની ફરિયાદ પરથી વિશ્વાસઘાત કરી આપઘાત માટે મજબૂર કરનાર બંને સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

મૃતકના પુત્ર જયદીપે નોંધાવેલી ફરિયાદ મુજબ, નિવૃત્ત જીવન જીવતા પિતા રતિલાલભાઇએ ભાગીદારીમાં ટ્રક લેવા માટે મિત્ર પ્રવીણભાઇને રૂ.2.80 લાખ આપ્યા હતા. બાદમાં પ્રવીણભાઇએ ટ્રક ખરીદ્યા બાદ વેચી નાખી હતી. જેની પિતાને ખબર પડતા પ્રવીણભાઇ પાસે રૂપિયા પરત માગ્યા હતા. જેથી પ્રવીણભાઇએ આપણે ભાગીદારીમાં ભંગારનો ધંધો કરીશુંનું કહી પૈસા પરત કરવાની વાતને ઉડાડી દીધી હતી. તે દરમિયાન પ્રવીણભાઇના મિત્ર ભીખાભાઇને રૂપિયાની જરૂરિયાત થતા પ્રવીણભાઇના કહેવાથી પિતાએ તેને રૂ.40 હજાર ઉછીના આપ્યા હતા.

લાંબા સમય પછી પણ મિત્રો રૂપિયા પરત કરતા ન હતા. ત્યાર બાદ પિતા બીમાર પડી જતા તેઓ કામધંધો કરી શકતા ન હોય ફરી તેમના બંને મિત્રો પાસે નાણાંની ઉઘરાણી કરી હતી. તેમ છતાં રૂપિયા પરત નહીં આવતા પિતા ગુમસુમ રહ્યાં કરતા હતા. અને અંતે તેમને ગત તા.19ની સવારે ઘરે ઝેરી ટીકડાં ખાઇ લીધા હતા. જેમનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...