શહેરમાં વધુ એક પ્રૌઢે લોકડાઉન બાદ ધંધો સરખો નહીં ચાલવાને કારણે ચિંતામાં મુકાઇ જતા અંતે અંતિમ પગલું ભરી લીધું છે. શહેરના રણછોડગનર-24માં રહેતા દીપકભાઇ પરષોત્તમભાઇ તાળા નામના આધેડે તેમના ઘરે પંખાના હૂકમાં પટ્ટા વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસમથકના એએસઆઇ હિતેષભાઇ જોગડા સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પરિવારજનોની પૂછપરછમાં ત્રણ ભાઇમાં મોટા દીપકભાઇ ચાંદીકામની મજૂરી કરી પત્ની અને બે સંતાનનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ લોકડાઉન બાદ પણ ચાંદીકામ સરખું નહીં મળતા આર્થિક સંકડામણની સ્થિતિમાં મુકાઇ ગયા હતા. કામ ન મળવાની ચિંતામાં તેઓ ડિપ્રેશનમાં આવી ગયા હતા. અંતે અંતિમ પગલું ભરી લીધાનું પોલીસસૂત્રોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.