તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અજીબ ઘટના:રાજકોટમાં બકરાના ચારા માટે ડાળખી કાપવા પ્રૌઢ ઝાડ પર ચડ્યા, 11 KV વીજ લાઈનને અડી જતા ઘટના સ્થળે મોત

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી

રાજકોટમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં બકરાના ચારા માટે ડાળખી કાપવા માટે પ્રૌઢ ઝાડ પર ચડ્યા હતા. જ્યાં 11 KV વીજ લાઈનને અડી જતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ અંગે ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને નીચે ઉતાર્યો
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રૈયાધાર ઇન્દિરાનગરમાં રહેતાં દેવીપૂજક પરિવારના રમેશભાઇ સવજીભાઇ વાઘેલા પોતાના બકરાના ચારા માટે જામનગર રોડ સાંઢીયા પુલ પાસે રેલ્વે કોલોની નજીક આવેલા ઝાડવા પર ચડી ધારીયાથી ડાળખી કાપી રહ્યા હતાં ત્યારે ધારીયું ઉપરથી પસાર થતી 11 KV વિજલાઇનને અડી જતાં કરંટ લાગતાં કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. તેમનો મૃતદેહ ઝાડમાં લટકતી હાલતમાં રહી જતાં ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી દોરડા બાંધીને મૃતદેહને નીચે ઉતાર્યો હતો.

પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ
એક પુરૂષ ઝાડ વચ્ચે લટકતાં હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ પહોચી હતી અને તપાસ કરતાં વિજકરંટની ઘટના હોવાનું સામે આવ્યું હતું. મૃત્યુ પામનાર રમેશભાઇ રિક્ષાના ફેરા કરી ગુજરાન ચલાવતાં હતાં. તે મુળ જસદણના ગોખલાણાના વતની હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પોતે આઠ ભાઇ અને બે બહેનમાં વચેટ હતાં. તેઓ ઘરે બકરા પણ રાખતાં હોઇ બકરાના ચારા માટે ઝાડવાની ડાળખીઓ તોડવા ધારીયુ લઇને ઝાડ પર ચડ્યા હતાં અને ડાળખી કાપતી વખતે અજાણતા ધારીયું વિજલાઇનને અડી જતાં કરંટ લાગતાં પ્રાણ નીકળી ગયા હતાં. બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ છે. ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો