તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ધોરણ 9માં અભ્યાસ કરતી કિશોરીનું અપહરણ કરી દુષ્કર્મ, કોટડાસાંગણીથી મેસપર બોલાવી અલગ અલગ સ્થળે ફેરવી

કોટડા સાંગાણી20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આરોપીને પકડવા પોલીસના દરોડા પણ હાથ ન આવ્યો

કોટડાસાંગાણીના એક સ્લમ વિસ્તારમા રહેતી 14 વર્ષીય કિશોરી પર ગોંડલ તાલુકાના મેસપરના વીસ વર્ષીય યુવકે અપહરણ કરી દુષ્કર્મ ગુજારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ કોટડાસાંગાણીમા રહેતી અને નવમા ધોરણમા અભ્યાસ કરતી 14 વર્ષ અને 3 માસની કિશોરીને ગોંડલ તાલુકાના મેસપરના સંજય મનસુખ ડાભીએ લલચાવી ફોસલાવી ઘરેથી અપહરણ કરી ભગાડી જઈ અલગ અલગ સમયે તેમની સાથે દુષ્કર્મ ગુજાર્યુ હોવાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે.

ગત તારીખ 12ના કિશોરીને તેમના ઘરેથી ભગાડી ગયો હતો.અને બે વખત દુષ્કર્મ ગુજાર્યુ હતુ. કિશોરી કોઈ કારણોસર આઠ નવ માસ પુર્વે મેસપર ગઇ હતી ત્યારે સંજયના સંપર્કમાં આવી હતી. પરિવારજનોએ આરોપી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે પોક્સોની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.બનાવને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. કિશોરીના મેડિકલ ચેકઅપની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પીએસઆઇ વી કે ગોલવેલકર અને કે સી રાણાએ ગુનો નોધ્યો છે. જ્યારે તપાસ સર્કલ ઈન્સપેકટર કે એન રામાનુજે હાથ ધરી છે. કિશોરી પર દુષ્કર્મ આચરી નાસી ગયેલા આરોપીને પકડવા પોલીસે તેના આશ્રયસ્થાનો પર શોધખોળ હાથ ધરી હતી પરંતુ તે મળી આવ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો