ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ:સૌરાષ્ટ્ર યુનિ.માં આજથી બીએ-બીકોમ એક્સટર્નલમાં પ્રવેશ પ્રક્રિયા

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બીએ-બીકોમમાં 1 ડિસેમ્બર, એમએ-એમકોમમાં 4 ડિસેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ અને ફી ભરી શકાશે

એક્સટર્નલ અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે બીએ, બી.કોમ, એમએ, એમ.કોમ એક્સટર્નલ કોર્સના પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા તારીખ 22 નવેમ્બરને સોમવારથી યુનિવર્સિટીની વેબસાઈટ પરથી ઓનલાઈન શરૂ થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી બીએ, બી.કોમ સેમેસ્ટર-1 અને 3 તેમજ એમએ, એમ.કોમ સેમેસ્ટર-1ના પ્રવેશ ફોર્મ વિદ્યાર્થીઓ ઓનલાઈન ભરી શકશે. 22મી નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી વિદ્યાર્થીઓ બીએ, બી.કોમ સેમેસ્ટર-1ના ફોર્મ ઓનલાઈન ભરી શકશે જેની રેગ્યુલર ફી રૂ. 485 રાખવામાં આવી છે.

જ્યારે બીએ, બી.કોમ સેમેસ્ટર-3ના પ્રવેશ ફોર્મ વિદ્યાર્થીઓ 25મી નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી રેગ્યુલર ફી રૂ. 485 સાથે ભરી શકશે. માસ્ટર કોર્સમાં એમ.એ., એમ.કોમ એક્સટર્નલના સેમેસ્ટર-1ના પ્રવેશ ફોર્મ વિદ્યાર્થીઓ 25મી નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી રેગ્યુલર ફી રૂ. 850 ભરી ઓનલાઈન ભરી શકશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં એક્સટર્નલના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવતી હોય છે આ વર્ષે એક્સટર્નલ કોર્સની પ્રવેશ પ્રક્રિયા કરવી કે કેમ તેની અસમંજસમાં બે મહિના બાદ આજથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થતા હજારો વિદ્યાર્થીઓને રાહત થઇ છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી અનેક એવા વિદ્યાર્થીઓ છે જેઓ નોકરી-ધંધા કરતા કે ગૃહિણીઓ ઘેરબેઠા જુદા જુદા કોર્સનો અભ્યાસ કરી ડિગ્રી પ્રાપ્ત કરી શકે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ એક્સટર્નલ કોર્સની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરતા હજારો વિદ્યાર્થીઓમાં ખુશી છવાઈ છે. અગાઉ એક્સટર્નલની રાહ જોઇને અનેક વિદ્યાર્થીઓએ કોલેજોમાં ઊંચી ફી ભરીને પ્રવેશ પણ લઇ લીધો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક્સટર્નલની પ્રક્રિયા મોડી શરૂ કરવામાં આવતા અત્યાર સુધીમાં અનેક વિદ્યાર્થીઓએ ઈગ્નુ અને ડો. આંબેડકર યુનિવર્સિટીમાં એક્સટર્નલમાં પ્રવેશ લઈ લીધો છે.

જ્યારે કેટલાક વિદ્યાર્થીઓએ કોલેજોમાં એડમિશન લઈ લીધા છે. દર વર્ષે સપ્ટેમ્બર માસની બદલે આ વખતે બે મહિના મોડી નવેમ્બરના અંતમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે આગામી 4 ડિસેમ્બર સુધી ચાલશે અને વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

અન્ય સમાચારો પણ છે...