આજે નિર્ણય:જાહેર સ્થળો પર રસી હોય તો જ પ્રવેશ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લા અને મનપાના અધિકારી બેઠક કરશે

અમદાવાદ મહાનગરપાલિકાએ રસી લીધી ન હોય તો સિટીબસમાં પ્રવાસ સહિતના સ્થળોએ પ્રવેશ પર મનાઈ ફરમાવી દીધી છે. ત્યારબાદ ચોટીલામાં મંદિરમાં પણ રસી વગર પ્રવેશવા પર મનાઈ ફરમાવાઈ છે. હજુ સુધી રાજકોટમાં આવા કોઇ નિર્ણય લેવાયા નથી પણ રવિવારે આ અંગે બેઠક થઈ શકે છે. રાજકોટમાં બીઆરટીએસ બસ, સિટીબસ, પ્રદ્યુમ્નપાર્ક ઝૂ, ઈશ્વરિયા પાર્ક ઝૂ, ફનવર્લ્ડ, આજી ડેમ સહિતના ઘણા જાહેર સ્થળો છે જ્યાં લોકો એકઠા થાય છે.

અત્યાર સુધી આ સ્થળો જ બંધ રહ્યા હતા જેથી ભીડ ન થાય. જન્માષ્ટમી પર આ મુદ્દે જ ઈશ્વરિયા પાર્ક બંધ હતું પણ જ્યારે હવે રસીકરણમાં વધારો થઈ રહ્યો છે ત્યારે તબક્કાવાર બધા સ્થળો ખૂલી ગયા છે છતાં હજુ પણ ભીડમાં કોરોના ફેલાય તેવી શક્યતા છે. આ કારણે અમદાવાદમાં અને ચોટીલામાં પ્રતિબંધો મુકાયા છે તે રીતે રાજકોટમાં પણ પ્રતિબંધ મૂકવાની વિચારણા શરૂ થઈ છે. આ મામલે રાજકોટના અધિકારીઓ અને પદાધિકારીઓની રવિવારે બેઠક મળનારી છે.

અન્ય સમાચારો પણ છે...