તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજાશાહી યુગની યાદ:રાજકોટમાં અધિક કલેક્ટરની બદલી, શાહી ઠાઠ સાથે ફૂલની જાજમ પાથરી, શણગારેલા બળદગાડામાં બેસાડી ઢોલ-નગારાના તાલે પૈસા ઉડાડી વિદાય આપી

રાજકોટ23 દિવસ પહેલા
ગુલાબની વર્ષા કરવામાં આવી
  • અધિક કલેક્ટર જેવો જ વિદાય સમારંભ કોઈ શહેરીજને યોજ્યો હોત તો પોલીસ કાર્યવાહી કરી હોત તેવી લોકોમાં ચર્ચા

રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં અનેક IPS અને IAS અધિકારીઓ બદલી થઇને આવ્યા હશે અને અહીંથી જ બદલી થઈને ગયા હશે. બદલીનો આ સિલસિલો ચાલું જ છે અને આગામી સમયમાં પણ ચાલું રહેવાનો છે. પરંતુ રાજકોટમાં આજે બનેલો એક પ્રસંગ અત્યારે સરકારી ‘બાબુ’માં જોરદાર ચર્ચા જન્માવી ગયો છે. તાજેતરમાં જ રાજકોટના અધિક કલેક્ટર પરિમલ પંડ્યાની અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી હતી. જેને સંદર્ભે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા અધિક કલેક્ટરને શણગારેલા બળદગાડામાં બેસાડી ઢોલ-નગારાના તાલે રૂપિયા ઉડાડી વિદાય કરાવી હતી. આ વિદાય સમારંભમાં છડેચોક સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા હતા.

છડેચોક સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા
છડેચોક સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા

ભીડ એકઠી કરીને તેમની વિદાય કરાઈ
પરિમલ પંડ્યાને જે રીતે વિદાય આપવામાં આવી તે રાજાશાહી યુગની યાદ અપાવી ગઈ હોવાની ચર્ચા ખુદ અધિકારીઓ અને કર્મચારીવર્ગમાં થઈ રહી છે. અધિકારીને રાજા જેવું સન્માન અપાયું હોય તેવી રીતે અધિક કલેક્ટર પરિમલ પંડ્યાની વિદાયમાં ફૂલની જાજમ બિછાવવામાં આવી હતી તો ગુલાબની પણ વર્ષા કરવાની ચૂકાયું નહોતું. આટલું ઓછું હોય તેમ બળદ ગાડામાં બેસાડી ભીડ એકઠી કરીને તેમની વિદાય કરવામાં આવી હતી.

બળદ ગાડામાં બેસાડી ભીડ એકઠી કરી
બળદ ગાડામાં બેસાડી ભીડ એકઠી કરી

કોરોના કાળમાં આ સમારંભ કરવો અનિવાર્ય છે?
કોઈ અધિકારીને શાનદાર રીતે વિદાય આપવામાં આવે તેમાં કોઈને વાંધો ન હોય શકે પરંતુ અત્યારે જે પ્રકારનો સમય ચાલી રહ્યો છે તેવા સમયમાં આ પ્રકારનો જલ્સો આયોજીત કરવો અત્યારે સૌ કોઈને ખૂંચી રહ્યો છે. જો આ જ પ્રકારનો કાર્યક્રમ કોઈ સામાન્ય શહેરીજન દ્વારા આયોજીત કરવામાં આવ્યો હોત તો પોલીસ તેની સામે કાર્યવાહી કરવામાં કશું જ બાકી રાખે તેમ નહોતું તેવી ચર્ચા લોકોમાં ઉઠી છે. કેમ કે અધિક કલેક્ટરના વિદાયમાન સમારંભમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા ત્યારે અધિક કલેક્ટર જેવો જ વિદાય સમારંભ કોઈ શહેરીજને યોજ્યો હોત તો પોલીસ ‘શાંત’ રહી શકે ખરી? તેવો સવાલ પણ ઉઠ્યો છે.

અધિકની વિદાયમાં ફૂલની જાજમ બિછાવવામાં આવી
અધિકની વિદાયમાં ફૂલની જાજમ બિછાવવામાં આવી

દંડ વસૂલ કરતી મનપા કચેરી ખુદ લાચાર બની
રાજકોટ મનપા દ્વારા અવાર નવાર શહેરીજનો પાસેથી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નામે દંડ વસૂલવામાં આવે છે. ત્યારે આ ભવ્યાતીભવ્ય સમારંભમાં જે તંત્ર દ્વારા નીતિ-નિયમોનું પાલન કરાવવાનું કહેવામાં આવે છે. તે મનપા કચેરી લાચાર બની ગઈ હતી. ત્યાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક ન પહેર્યા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યાં હતા. છતાં પણ તંત્ર મૂકપ્રેક્ષક બની જોઈ રહ્યું હતું.

સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક ન પહેર્યા હોવાના દ્રશ્યો
સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક ન પહેર્યા હોવાના દ્રશ્યો

કેતન ઠક્કર બન્યા નવા અધિક કલેક્ટર
હાલ રાજકોટના નવા નિવાસી અધિક કલેક્ટર તરીકે કેતન બી. ઠકકરે આજે ચાર્જ સંભાળ્યો હતો. પરિમલ પંડયાની અમદાવાદ ખાતે બદલી થતાં તેમની જગ્યાએ આજે કાર્યભાર સંભાળનાર કેતન ઠકકર 1998ની બેચના GAS કેડરના અધિકારી છે. તેનું પ્રથમ પોસ્ટિંગ જુનાગઢ ખાતે થયું હતું. કેતન ઠક્કરે અગાઉ જુનાગઢ, જામનગર, રાજકોટ અને ત્યાર બાદ છેલ્લે અમદાવાદ મહાનગરપાલિકામાં ડે. કમિશનર તરીકે કાર્ય કરતા હતા.

નિવાસી અધિક કલેક્ટર કેતન ઠકકર
નિવાસી અધિક કલેક્ટર કેતન ઠકકર
અન્ય સમાચારો પણ છે...