સુવિધા:એનટીપીસીના ઉમેદવાર માટે 6 ટ્રેનમાં વધારાના કોચ લગાડવામાં આવશે

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 13થી 17 જૂન સુધી વધારાના કોચની સુવિધા મળી શકશે

એનટીપીસીના ઉમેદવારોની સુવિધા માટે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 6 ટ્રેનમાં વધારાના કોચ જોડવામાં આવશે. 13થી 17 જૂન સુધી આ વધારાના કોચની સુવિધા મળી શકશે. જે ટ્રેનમાં આ વધારાના કોચની સુવિધાનો લાભ મળશે એમાં બાંદ્રા-જામનગર, મુંબઈ સેન્ટ્રલ , અમદાવાદ-વેરાવળ ટ્રેનનો સમાવેશ થાય છે .

બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસમાં 13 જૂનના રોજ વધારાના બે સેકન્ડ સ્લીપર કોચ.જામનગર - બાંદ્રા હમસફર એક્સપ્રેસમાં 14 જૂનના રોજ બે વધારાના બીજા સ્લીપર કોચની સુવિધા મળશે. મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં 14 જૂનના રોજ બે અને 17 જૂનના રોજ ચાર વધારાના સેકન્ડ સ્લીપર કોચ મળી રહેશે.

આ સિવાય પોરબંદર- મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં 14 અને 15 જૂનના રોજ ચાર અને 17 જૂનના રોજ વધારાના બે સેકન્ડ સ્લીપર કોચ મળી રહેશે. અમદાવાદ-વેરાવળમાં 14 જૂનના રોજ બે અને 17 જૂનના રોજ ચાર વધારાના સેકન્ડ સ્લીપર કોચ, વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસમાં 14 અને 15 જૂને બે વધારાના સ્લીપર કોચ મળી રહેશે.

રામપરડા-અમરસર સ્ટેશને ટ્રેન અન્ય પ્લેટફોર્મ પર ઊભશે
રાજકોટ-સુરેન્દ્રનગર સેક્શનના રામપરડા સ્ટેશન પર ડબલ ટ્રેકના કામગીરીને કારણે 13 અને 14 જૂને ટ્રેનના આગમનના પ્લેટફોર્મમાં ફેરફાર કરાયો છે. ઓખા-ભાવનગર એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 1 પર આવવાને બદલે નોન-પ્લેટફોર્મ લાઇન પર આવશે. ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ તાત્કાલિક અસરથી આગામી સૂચના સુધી અમરસર સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1ને બદલે પ્લેટફોર્મ નંબર 2 પર આવશે.

અન્ય સમાચારો પણ છે...